Publish Date: Thu, 02 Sep 2021 (07:51 IST)
Updated Date: Thu, 02 Sep 2021 (08:00 IST)
અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આ શોમાં ઘણી હસ્તીઓ પણ ભાગ લઈ રહી છે. આ શોમાં ટૂંક સમયમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ હોટ સીટ પર બેઠેલા મળશે.
અમિતાભ બચ્ચન કહે છે કે ફિલ્ડીંગ હોય અને કેચ ચૂકી જાય તો કયું ગીત ગાશો તો વીરેન્દ્ર સહેવાગ કહે છે કે જો કોચ ગ્રેગ ચેપલ હોય અને સૌરવથી છૂટે છે તો- 'અપની તો જૈસે તૈસે કટ જાએગી.'
અમિતાભ બચ્ચન સેહવાગને કહે છે કે જો તમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી જીતશો તો તમે ક્યુ ડાયલોગ બોલશો. તેના પર વીરેન્દ્ર સહેવાગ કહે છે કે ફિલ્મ શાહશાહનમાં હતો. બિગ બી તરત જ કહે છે કે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ'.