Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

HBD સની લિયોની - સની અભિનેત્રી સાથે એક બિઝનેસ વુમેન પણ છે, અમેરિકામાં 1 એકરમાં ફેલાયો છે તેનો બંગલો

HBD સની લિયોની
, ગુરુવાર, 14 મે 2020 (13:05 IST)
બોલિવૂડ અભિનેત્રી સની લિયોન આજે એટલે કે બુધવારે પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 13 મે 1981ના રોજ જન્મેલી સની લિયોનને આજે કોઈ ઓળખની જરૂર નથી.  પોર્ન સ્ટારથી બોલીવુડ સુધીની યાત્રા કરનારી સાનીએ લિયોન માટે આ બર્થ ડે ખાસ છે.  સની લિયોની પોતાના લુક્સ, સુંદરતા અને પોતાની પર્સનલ જીંદગીને કારણે મોટેભાગે ચર્ચામાં રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. સની એ બોલીવુડ કલાકારોમાંથી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 
webdunia
સની લિયોન મૂવીઝમાં કામ કરવા સાથે એક બિઝનેસ વુમન પણ છે.  અમેરિકાના તેનો લૉસ એંજલ્સમાં એક એકરમાં ફેલાયેલો બંગલો પણ છે. સની લિયોન અને તેમના પતિ અવાર-નવાર એ બંગલાની ફોટો શેયર કરતા રહે છે. 
webdunia
સની લિયોન અને ડેનિલ વેબરે 2011માં  લગ્ન કર્યા હતા.  નિશા તેમની પ્રથમ પુત્રી છે. સનીએ મહારાષ્ટ્રના લાતૂરની 21 મહિનાની બાળકી નિશાને  ગયા વર્ષે અડોપ્ટ કરી હતી. માર્ચ 2018માં સનીએ સરોગેસી દ્વારા બે જોડિયા બાળકોના જન્મની માહિતી આપી હતી. .સનીએ પોતાની કમ્પ્લીટ ફેમિલીની પ્રથમ ફોટો ઈંસ્ટાગ્રામ પર શેયર કરી હતી. જેમા તે, તેનો પતિ ડેનિયર વેબર, પુત્રી નિશા અને બે જોડિયા બાળકો અશર સિંહ વેબર અને નોઆ સિંહ વેબર સાથે જોવા મળી. 
 
સની લિયોને 2012મા પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 થી બોલીવુડ ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે અનેક બોલીવુડ સૉન્ગ્સમાં પણ જોવા મળી છે. ખાસ કરીને ફિલ્મ રઈસમાં તેણે લૈલા સોંગ્સ દ્વારા ધમાલ મચાવી. તે હવે ટૂંક  સમયમાં તેની આવનારી હોરર કોમેડી ફિલ્મ કોકા કોલા, રંગીલા અને વીરામાદેવીમાં જલવા વિખેરતઈ જોવા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાણા દગ્ગુબાતીએ ગર્લફ્રેંડ મિહિકા બજાજ સાથે કરી સગાઈ