એ દિલહૈ મુશ્કિલ.. એશ્વર્યાનો રોલ માત્ર 20 મિનિટ
, મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (14:14 IST)
એ દિલ હૈ મુશ્કિલમાં શુ છે એશ્વર્યાની ભૂમિકા ?
એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને લઈને જો એશ્વર્યા રાય બચ્ચનના પ્રશંસક વધુ પડતી આશા લગાવીને બેસ્યા હોય તો એમને એ જાણીને નિરાશા થઈ શકે છે કે એમની પ્રિય અભિનેત્રીની આ ફિલ્મમાં ખૂબ જ નાનકડી ભૂમિકા છે. એ માત્ર 20 મિનિટ માટે ફિલ્મમાં નજર આવશે. આ કારણે એશ્વર્યા ફિલ્મના પ્રમોશનથી દૂર છે. જો એ પ્રમોશન કરે છે તો એના પ્રશંસકો એ ગેરસમજમાં રહી જશે કે આ ફિલ્મમાં એશ્વર્યા મુખ્ય રોલમાં હશે.
એશ્વર્યા રાયે આ ફિલ્મ એ માટે કરી કારણ કે એ લાંબા સમયથી કરણ જોહરના સાથે ફિલ્મ કરવા માંગતી હતી. એશ્વર્યાને લઈને કરણ ઘણા સમયથી ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા, પણ વાત જામતી નહોતી. દોસ્તાના પણ એશ્વર્યાએ છેલ્લા તબક્કે જ છોડી દીધી હતી. કારણકે એ સમયે તે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાના મૂડમાં હતી. એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મના ટ્રેલરમાં ભલે એશ્વર્યાને વધુ બતાડવામાં આવી રહી હોય પણ આ આખી ફિલ્મ પૂરેપૂરી રણબીર અને અનુષ્કા શર્મા પર કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એશ્વર્યાનો રોલ મહેમાન કલાકાર જેવો છે એવુ કહીએ તો ખોટુ નથી.
આગળનો લેખ