Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dia Mirza Niece Death: દીયા મિર્જાની ભત્રીજીનુ નિધન, અભિનેત્રીએ પોસ્ટ શેયર કરીને લખ્યુ, તુ હંમેશા દિલમાં રહીશ

diya mirza
, મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (16:14 IST)
બોલીવુડ અભિનેત્રી દીયા મિર્જાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉટ પર એક દિલ દહેલાવનારા સમાચાર આપ્યા છે.  અભિનેત્રીની ભત્રીજી તાન્યા કાકડેનુ નિધન થઈ ગયુ છે. જેને લઈને તેણે પોસ્ટ શેયર કરી છે. પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ ભત્રીજીના નિધનના કારણનો ઉલ્લેખ કર્યો નથી પણ તેમને એક ઈમોશનલ નોટ લખીને તાન્યાના જવાનુ દુખ વ્યક્ત કર્યુ છે. 
 
ભાવુક થઈ અભિનેત્રી 
 
દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર ભત્રીજી તાન્યાની એક તસવીર શેર કરી છે, જેમાં તે હસતી જોવા મળી રહી છે. આ સાથે તેણે ખૂબ જ ભાવુક નોંધ લખી છે. દિયાએ લખ્યું, 'મારી ભત્રીજી, મારી પ્રેમિકા, મારી બાળકી હવે આ દુનિયામાં નથી. તમે જ્યાં પણ હોવ ત્યાં તમને હંમેશા શાંતિ અને પ્રેમ મળે. તમે હંમેશા મારા હૃદયમાં રહેશો. ઓમ શાંતિ.'
 
દીયા મિર્ઝા તેની ભત્રીજી તાન્યાની ખૂબ નજીક હતી અને તેના નિધનથી અભિનેત્રીને મોટો ઝટકો લાગ્યો છે. દીયા મિર્ઝાની આ પોસ્ટ બાદ પ્રશંસકોથી લઇને સેલિબ્રિટીઓ બધા તેમની ભત્રીજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સુનીલ શેટ્ટી, રિદ્ઘીમા કપૂર સાહની, ગૌહર ખાન સહિત અનેક કલાકારો અભિનેત્રીની આ પોસ્ટ રિએક્શન આપીને તાન્યાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યાં છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અભિનેત્રી શ્રદ્ધા શર્માએ પોતાનું નામ બદલીને શ્રધ્ધા રાની શર્મા રાખ્યા પછી નસીબ તેની તરફેણ કરવા લાગ્યું