Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Deepika chikhaliya: સીતા બનીને ઘર-ઘર કમાવ્યું નામ, મોટી ફિલ્મ રિજેક્ટ કરી, 2 કલાકમાં શોધ્યા પોતાના 'રામ'

deepika
નવી દિલ્હીઃ , શનિવાર, 29 એપ્રિલ 2023 (11:13 IST)
80-90ના દાયકામાં રામાનંદ સાગરની 'રામાયણ'થી દીપિકા ચિખલિયા (Dipika Chikhalia)ને ઘર-ઘર ઓળખ મળી હતી. દીપિકાએ સીતાના પાત્ર માટે એક મોટી ઓફર પણ ઠુકરાવી દીધી હતી. આ શો પછી અત્યાર સુધી લોકો જ્યાં પણ મળે છે ત્યાં તેમને પગે લાગવા માંડે છે. ઓનસ્ક્રીન સીતા દીપિકા ચિખલીયાને પોતાના અસલ જીવનનાં રામ મળવાની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. આજે, દીપિકાના જન્મદિવસ પર, અમે તમને તેના અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહ્યા છીએ.
 
જાણીતી અભિનેત્રી દીપિકા ચીખલીયાએ પોતાની અભિનય કરિયરમાં ફિલ્મો અને ટીવી બંનેમાં કામ કર્યું છે. પરંતુ રામાનંદ સાગરની સીતાની ભૂમિકા ભજવીને તેને જે ઓળખ મળી, તેટલી પ્રસિદ્ધિ તેમને કોઈપણ પાત્રથી મળી નથી. તેમને સીતાના રોલમાં જોયા બાદ લોકો તેમની પૂજા કરવા લાગ્યા  લોકો તેમને ક્યાક બહાર મળતા તો પણ તેમના ચરણ સ્પર્શ કરવા માંડતા. રીલ લાઈફમાં સીતાને રામ મળવા વિશે તો તમે બધા જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે ઓફસ્ક્રીન સીતાને વાસ્તવિક જીવનમાં રામ કેવી રીતે મળ્યો. આજે અમે તમને જણાવીએ છીએ કે સેટ પર પહેલી જ મુલાકાતમાં દીપિકાએ કેવી રીતે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું.
 
જ્યારે દીપિકાએ એક મોટી ઓફર ફગાવી દીધી હતી
'રામાયણ'નું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ દીપિકાને હોલીવુડની ફિલ્મની ઓફર મળી હતી.દીપિકાના એક મિત્રએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અભિનેત્રીને હોલીવુડની ફિલ્મમાં કામ કરવાની મોટી ઓફર મળી હતી. આ માટે તેને મોટી ફીની ઓફર પણ કરવામાં આવી હતી.પરંતુ મેકર્સની એક શરત હતી કે દીપિકાએ આ હોલીવુડ ફિલ્મમાં ઘણું બધું એક્સપોઝ કરવું પડશે. બીજી તરફ, દીપિકાએ મન બનાવી લીધું હતું કે તે સીતાનું પાત્ર ભજવશે અને તેના કારણે તેણે આ મોટી ઓફરને એક જ ઝટકે રિજેક્ટ કરી દીધી.
 
હેમત ટોપીવાલા સાથે પહેલી મુલાકાત સેટ પર થઈ હતી
દીપિકા ચીખલિયા અને હેમંત ટોપીવાલાના લગ્ન 22 નવેમ્બર 1991ના રોજ થયા હતા. વર્ષ 2020માં દીપિકા ચીખલિયાએ પોતાના લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના લગ્ન વિશે ઘણું બધું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દીપિકા અને હેમંતની પહેલી મુલાકાત ફિલ્મ સુન મેરી લૈલાના સેટ પર થઈ હતી. દીપિકાએ જણાવ્યું કે 1961થી તેનો પતિ કોસ્મેટિક બ્રાન્ડના નામથી કોસ્મેટિક વસ્તુઓ બનાવે છે. આ ફિલ્મના એક સીનમાં તે કાજલની જાહેરાત કરી રહી હતી. આ કાજલ તેની કંપનીની હતી. ત્યારે બંનેની પહેલી મુલાકાત થઈ હતી.
 
બે કલાકમાં લગ્ન નક્કી થઈ ગયા
દીપિકાએ વધુમાં જણાવ્યું કે સેટ પર મુલાકાત દરમિયાન તેમની વાતચીત શરૂ થઈ હતી. હેમંત તેના પિતાનો વ્યવસાય સંભાળતો હતો અને અભિનેત્રી તેની પ્રથમ ફિલ્મમાં કામ કરી રહી હતી. દીપિકા અને હેમંત લગભગ એક વર્ષ પછી ફરી મળ્યા, આ મીટિંગમાં, બે કલાકની વાતચીતમાં, બંનેએ નક્કી કર્યું હતું કે તેઓ ગાંઠ બાંધવા માટે તૈયાર છે. એક ફેમિલી ફ્રેન્ડ દ્વારા  તેઓ વર્ષ 1991માં મળ્યા હતા અને ત્યારબાદ બંનેએ બે કલાક બેસીને વાત કરી હતી. આ પછી બંનેએ પોતાના પરિવાર સાથે વાત કરી અને લગ્ન કરી લીધા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ponniyan Selvan 2 Twitter Review: બાહુબલી 2 થી સારુ PS 2, મણિરત્નમની ફિલ્મના ચાલ્યા જાદૂ નેશનલ અવાર્ડની માંગ