Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'સત્યમેવ જયતે' માટે આમિર ખાન ટાઈમના કવરપેજ પર

'સત્યમેવ જયતે' માટે આમિર ખાન ટાઈમના કવરપેજ પર
P.R
બોલિવૂડ એક્ટર આમિર ખાન યુએસના ટાઈમ મેગેઝિનના કવર પેજ પર દેખાનારા ત્રીજો ભારતીય અભિનેતા છે. 'સત્યમેવ જયતે' દ્વારા સામાજિક મુદ્દાઓને ઉજાગર કરવા માટે આમિર ખાનનો ફોટો ટાઈમ મેગેઝિન પોતાના કવરપેજ પર છાપ્યો છે.

આમિર પહેલા બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન, પરવીન બાબી પણ ટાઈમના કવરપેજ પર આવી ચૂક્યા છે.

મેગેઝિનના કવર પર આમિરની તસવીર સાથે કેપ્શન અપાયુ છે, 'ખાન'સ ક્વેસ્ટ' તેની સાથે લખવામાં આવ્યુ છે કે, "તે સામાજિક દુષ્ટોને છંછેડીને બોલિવૂડની આકાર બદલી રહ્યો છે. શું એક અભિનેતા બદલી શકે છે દેશને?"

આમિરના શો પછી જ રાજસ્થાન સરકારે કન્યાભૃણ હત્યાના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવાનો વાયદો કર્યો હતો. આમિરને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં એફડીઆઈના મુદ્દા વિશે ચર્ચા કરવા માટે તેને પાર્લામેન્ટમાં આમંત્રણ પણ અપાયુ હતું.

માથે મેલુ ઉપાડનારા સફાઈ કામદારોની પરિસ્થિતિમાં સુધારા પર દબાણ કરવા માટે આમિર ખાન દેશના વડાપ્રધાન મનમોહન સિંહનો પણ મળ્યો હતો.

પરવીન બાબી જુલાઈ 1976ના ટાઈમ મેગેઝિનના અંક પર પ્રકાશિત થઈ હતી જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન 2003માં ટાઈમના કવર પર દેખાઈ હતી.

સચિન તેંદુલકર ટાઈમ મેગેઝિનના કવર પર દેખાનાર છેલ્લો ભારતીય હતો. તેના સિવાય, સાનિયા મિર્ઝા, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી પણ ટાઈમના કવર પર ચમકી ચૂક્યા છે. મહાત્મા ગાંધી ટાઈમના કવર પર 3 વાર આવી ચૂક્યા છે અને 1930માં તેમને મેન ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati