એશ્વર્યા હવે કાન સમારંભમાં જોવા નહી મળે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હજુ સૂર્યા ભારતીઓનો બોલબાલા રહ્યો છે. વર્ષો સુધી અહી બોલીવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચનનો ક્રેજ રહ્યો છે. પરંતુ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોટાભાગે ભારતીયો પહોંચી જતા હોવાથી એશ્વર્યાની પણ બોલબાલા ઘટી ગઈ છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાયની જગ્યાએ મલ્લિકા શેરાવત, મિનિષા લાંબા, સોનમ કપૂર અને સૈફ અલી ખાનની વધારે ચર્ચા રહી હતી. સેફ અલી ખાને એશને માત્ર સુંદર ચહેરો કહીને એક નવો વિવાદ છેડ્યો હતો. એશ્વર્યા માટે બોલીવુડમાં હવે વધારે જગ્યા રહી નથી. સૈફ અલીએ આવી ટિપ્પણી કરીને લોકોની નારાજગીનો સમનો કરવાની તૈયારી કરી લીધી છે. એશ્વર્યા રાયે બચ્ચને હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ નહી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય નારાજ થઈને કરવામાં આવ્યો છે એવુ જાણવા મળ્યુ છે. સૂત્રોએ કહ્યુ છે કે એશ્વર્યા જે બ્રાંડ માટે જાહેરાત કરતી હતી તે હવે સોનમ કપૂર કરી રહી છે. આ ઉપરાંત હવે વધુને વધુ ભારતીયો ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચવા લાગ્યા છે. એશ્વર્યા આગામી વર્ષથી કાન ફિલ્મ સમારોહમાં જોવા નહી મળે એવી શક્યતા છે. મલ્લિકા શેરાવત અને સોનમ કપૂર આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ ગઈ હતી, એશ્વરયાની નોંધ લેવાઈ નહોતી.