Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BREAKING: બજરંગ પુનિયા સીમીફાઈનલમાં હાર્યા, ભારતની ગોલ્ડ જીતવાની આશા ફરી તૂટી

BREAKING:  બજરંગ પુનિયા સીમીફાઈનલમાં હાર્યા, ભારતની ગોલ્ડ જીતવાની આશા ફરી તૂટી
ટોક્યો. , શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (16:16 IST)
પહેલવાન બજરંગ પુનિયા (Bajrang Punia) સેમીફાઈનલમાં હારી ગયા. ત્યારબાદ પણ મેડલની આશા કાયમ છે. તેઓ હવે રેપચેજમાં ઉતરશે. બજરંગને 65 કિગ્રા વર્ગના સેમીફાઈનલમાં વર્તમાન ઓલંપિક મેડલિસ્ટ અને ત્રણ વારના વર્લ્ડ ચેમ્પિયન અજરબૈજાનના હાજી અલીયેવે (Haji Aliyev) 5-12 થી હરાવ્યા. આ પહેલા બજરંગે 2 વર્ષ પહેલા પ્રો રેસલિંગમાં અલીયેવને હરાવ્યો હતો. ભારતને અત્યાર સુધી ટોક્યોમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્જ મેડલ મળ્યા  
 
બજરંગ પુનિયાએ મેચમાં સારી શરૂઆત કરી હતી અને 1-0ની લીડ મેળવી હતી. પરંતુ હાજી અલીયેવે કમબેક કરીને 2-1ની લીડ મેળવી હતી. અલીયેવ 4-1થી આગળ થઈ ગયા. પ્રથમ ત્રણ મિનિટ સુધી સ્કોર  આ જ  રહ્યો. છેલ્લી ત્રણ મિનિટમાં બંને વચ્ચે સારી ટક્કર જોવા મળી.  પરંતુ હાજી અલીયેવ છેવટે 12-5થી જીતવામાં સફળ રહ્યો
 
2016માં જીત્યો બ્રોન્જ 
 
હાજી અલીયેવે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરા&ત તેઓ  2014, 2015 અને 2017 માં વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ કપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. બીજી બાજુ બજરંગ પુનિયાની વાત કરીએ તો તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા છે. તેમણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પર કબજો કરી ચુક્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત: આદિવાસી જિલ્લો કોરોના રસીકરણમાં મોખરે, 90 કિલોમીટરના અંતરે જોવા મળતું નથી કોઈ ગામ