Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક સાથે મહિલાએ 9 બાળકોને જન્મ આપ્યો, 19 મહીના પછી બનાવ્યો એક વધુ રેકાર્ડ

એક સાથે મહિલાએ 9 બાળકોને જન્મ આપ્યો, 19 મહીના પછી બનાવ્યો એક વધુ રેકાર્ડ
, ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (17:25 IST)
Woman Gave Birth To Nine: થોડા સમયે પહેલા એક સાથે નવ બાળકોને જન્મ આપી ચર્ચામાં આવી એક મહિલા અને તેમનો આખુ પરિવાર ફરી ચર્ચામાં છે. આ મહિલાએ મોરક્કોમાં આ બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકોને એક જ સમયમાં પેદા અને જીવીત રહેવાના કારણે ગિનીઝ વર્લ્ડ રેકાર્ડમા તેમનો નામ નોંધાયો હતો. 
 
રેકાર્ડ 19 મહીના પછી ઘરે પરત
હકીકતમાં આ મહિલાનુ નામ હલીમા કિસે છે. હલીમા કિસે માલીની રહેવાસી છે અને તે ડિલીવરી માટે માલી થે મોરક્કો ગઈ હતી. બાળકોના જન્મ મે 2021 માં મોરક્કોમાં થયુ હતુ. હવે તે બધા બાળકોની સથે પરત માલી અઆવી હતી. તેનો અર્થ આ થયુ કે આટલા બાળકોની ડિલીવરી પછી તે રેકાર્ડ 19 મહીના પછી ઘર પરત આવી છે. 
 
બાળકો 5 છોકરીઓ 4 છોકરાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં જ 13 ડિસેમ્બરે તમામ 9 બાળકો માતા હલિમા કિસે અને પિતા અબ્દેલકાદર અરાબે સાથે માલીની રાજધાની બમાકો પહોંચ્યા છે. નવ બાળકોમાં 5 છોકરીઓ અને 4 છોકરાઓ છે. છોકરીઓના નામ કાદિદિયા, ફતૌમા, હવા, એડમા, ઓમુ છે જ્યારે છોકરાઓના નામ મોહમ્મદ 6, ઓમર, એલ્હાદજી અને બાહ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીકરાનો જન્મ થાય તે માટે સાસુએ ભભૂતિ અને દવાઓ આપી, દીકરીનો જન્મ થતાં જ વહુને હોસ્પિટલમાં મુકીને સાસરિયા ચાલ્યા ગયા