Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વહીવટમાં ટ્રાન્સપરન્સી: હવે ઓનલાઇન RTI કરી માહિતી મેળવી શકાશે

વહીવટમાં ટ્રાન્સપરન્સી: હવે ઓનલાઇન RTI કરી માહિતી મેળવી શકાશે
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (09:10 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.
 
પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે. રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇ ની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ વેબ પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, એ.આર.ટી.ડી સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા, સંયુક્ત સચિવ  કે. રાજેશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેધરલેન્ડના SME અને MSME માટે ગુજરાતમાં રોકાણની શ્રેષ્ઠ તકો છે કેમ કે ગુજરાત MSMEનું મુખ્ય મથક છે : એડિથ નોર્ડમન