ગુજરાત આવેલા પીએમ મોદીએ પ્રાંચીમાં સંબોધી હતી. OBC અનામત માટે અમે વર્ષોથી લડી રહ્યાં હતા જેમ જણાવ્યું હતું. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે અનામત આપવામાં કોંગ્રેસે હવનમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ આજે OBC લોકોને ભડકાવવાનું કામ કરે છે, પરંતુ સંસદમાં કોંગ્રેસે જ OBCને અનામત મળવામાં અડચણ ઉભી કરી છે. ભાજપે અનેક વખત આ બાબતે બીલ પાસ કરવાના પ્રયાસો કર્યા પરંતુ દરેક વખતે કોંગ્રેસ તેમાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરતી. હું તમે ચોક્કસપણે કહી શકું કે, કોંગ્રેસ રોડા નાખવાનો પ્રયાસ કરશે. અને હું તેમના પ્રયાસ સફળ ન થાય તેના માટે કટિબદ્ધ છું.
મોદીએ કહ્યું કે, ચૂંટણી પ્રચારનો આ મારો બીજો દિવસ છે. મેં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કર્યો અને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં અનેક મહિલાઓ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી છે. મોદીએ ગાંધી નહેરુ પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે, તમારા આપણા પહેલા વડાપ્રધાન નહોતા ઈચ્છતા કે મંદિરનું અહીં નિર્માણ થાય. જ્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદ મંદિરના ઉદ્ઘાટન માટે અહીં આવ્યા તો પંડિત નહેરુએ નારાજગી વ્યક્ત કરી હતી. સરદારે નર્મદાનું સપનું જોયું હતું પરંતુ તમારા પરિવારે તે પરિપૂર્ણ ન થાય તેવા પ્રયાસ કર્યા હતા. હું કોંગ્રેસને પૂછવા માંગું છું. તમે દેશની આર્મીના કેમ વિરોધી છો? OROPની માગણી છેલ્લા 40 વર્ષથી પેન્ડિંગ હતી. કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હતી તેમ છતાંય કેમ કંઈ કર્યું નહીં?