Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટીમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ 50 ટકા કર્મચારીઓની કેપેસિટી સાથે આજથી ફરી કામગીરી શરૂ

ગુજરાત યુનિવર્સિટીમાં 5 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ 50 ટકા કર્મચારીઓની કેપેસિટી સાથે આજથી ફરી કામગીરી શરૂ
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (13:41 IST)
ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો પગ પસેરી થયો હતો. જેમાં ઉપકુલપતિ સહિત 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગત 9 એપ્રિલથી ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને કોરોનાને કારણે વર્ક ફ્રોમ ગોમનો આદેશ આપવામાં આવ્યો હતો. 5 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમનો સમય પૂર્ણ થયા બાદ આજથી ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 50 ટકા સ્ટાફ સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાં ઓડ ઈવન પદ્ધતિથી કામ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. સાથે જ લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat GLPC Recruitment 2021- 392 અસિસ્ટેંટ પ્રોજેક્ટ મેનેજરના પદ પર ભરતી