Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 કીલો ચરસ પકડાયું

15 કીલો ચરસ પકડાયું
અમદાવાદ, , સોમવાર, 27 જૂન 2016 (16:37 IST)
અમદાવાદમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સની આદતોથી યુવકોને બચાવવા માટે સતત
પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ડ્રગ્સની
હેરાફેરીના કિસ્સામાં છેલ્લા કેટલાક સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે નાર્કોટિક્સ
કન્ટ્રોલ બ્યુરોએ આજે ફરી એકવખત અમદાવાદ શહેરમાંથી ૧૫ કિલો ચરસના જથ્થા સાથે બે
શખ્સોની ઝડપી પાડ્યા હતા. આ ચરસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૭૫ લાખથી પણ વધુ થવા
પામે છે.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને મળેલી બાતમીના આધારે તેમણે શહેરના અસલાલી ચાર રસ્તા પાસે
નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન એક ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવીને ટ્રકની તપાસ
કરવામાં આવી હતી. તે દરમિયાન ટ્રકમાંથી ૧૫ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેના
આધારે એનસીબીની ટીમે આ ચરસના  જથ્થાની સાથે ટ્રક જપ્ત કરી હતી. તેમજ બન્ને શખ્સોને
ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ચરસનો જથ્થો કાશ્મીરમાંથી લવાયો
હોવાનું જાણવા મળ્યુ છે. એનસીબીએ આ આરોપીઓને પોલીસને સોંપી દીધા છે.

જેના આધારે પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ
અમદાવાદના એસજી હાઈવે પરથી  ૩.૫૦ કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ હતું. જ્યારે તે પહેલા ગુજરાત
એટીએસની ટીમે અમદાવાદ નજીક દહેગામ પાસે ઝાક જીઆઈડીસીમાંથી ૨૭૦ કરોડનું ડ્રગ્સ ઝડપી
પાડ્યુ હતું. જેના બે મુખ્ય સુત્રધારોની બે દિવસ પહેલા જ મુંબઈથી ટ્રાન્સફર વોરન્ટના આધારે
ધરપકડ કરવામાંઆવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રદેશ અઘ્યક્ષ અને સીએમ વચ્ચે આંતરિક મતભેદ