Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રત્ન ધારણ કરશો તો ચમકી જશે તમારુ નસીબ

આ રત્ન ધારણ કરશો તો ચમકી જશે તમારુ નસીબ
, ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (13:06 IST)
રત્ન જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિના જીવન પર તેના કર્મ સાથે રાશિ અને તેની સાથે સંબધિત ગ્રહોનો સીધો પ્રભાવ પડે છે.   તેનાથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્યની ગણતરી સહેલાઈથી કરી લઈએ છીએ. જે વ્યક્તિને પરેશાની અને દુખ દુર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  દરેક રાશિનો રત્ન કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ કમજોર છે તો જ્યોતિષાચાર્ય તેની સાથે સંબંધિત રત્ન પહેરવાની સલાહ આપે છે. આવો જ એક રત્ન છે માણિક્ય જેને ધારણ કરવાથી તમારુ નસીબ ચમકી શકે છે. 
 
આવો જાણીએ આ રત્ન વિશે 
 
- આનો સ્વામી સૂર્ય અને રાશિ સિંહ છે . 
- જ્યોતિષ મુજબ આમ તો માણેક (Ruby)રત્ન ધારણ કરવાથી અનેક લાભ થાય છે. 
- માણેક ધારણ કરનાર વ્યક્તિને પ્રોફેશનલ ક્ષેત્રમાં સફળતા મળે છે. 
 તેના પ્રભાવથી જાતક સમાજમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને તેની લોકપ્રિયતા વધે છે.  
- જ્યોતિષ મુજબ કોઈ જાતકની કુંડળીમાં જો સૂર્ય ઉચ્ચ સ્થિતિમાં હોય અને તે માણિક્ય ધારણ કરી લે તો તેને સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં ઉચુ પદ પ્રાપ્ત થાય છે.  -  સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ માણિક્યના અનેક ફાયદા છે. તેનાથી જાતકના  નેત્ર સંબંધી વિકાર અને શારીરિક કમજોરી દૂર થઈ જાય છે. 
 
આ રીતે ધારણ કરો 
 
માણિક્યને સોનાની અંગૂઠીમાં જડીને રવિવાર સોમવાર કે ગુરૂવારના દિવસે ધારણ કરવુ જોઈએ. પહેરતા પહેલા માણિક્યને ગંગાજળથી શુદ્ધ કરી લેવુ જોઈએ.. ધ્યાન રાખો.. આ તમારી ત્વચા સાથે જરૂર સ્પર્શ થવુ જોઈએ.  માણિક્ય રત્ન ઓછામાં ઓછો 2 કેરેટનો હોવો જોઈએ.  શક્ય હોય તો તમે 5 રૂબી પણ ધારણ કરી શકો છો. 
 
આ આલેખમાં આપવામાં આવેલ મહિતી પર અમે દાવો નથી કરી શ્કતા કે તે સટીક છે.. આને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે આ વાસ્તુદોષ