Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Loksabha Election 2024 - લોકસભા ચૂંટણી પહેલા BJP એ તૈયાર કરી પહેલી લિસ્ટ, જાણો કોણ ક્યાથી લડી શકે છે ચૂંટણી

loksabha news
, શુક્રવાર, 1 માર્ચ 2024 (11:12 IST)
Loksabha Election 2024 - લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરો પર છે. આ વચ્ચે લોકસભા ચૂંટણીમાં કયા લોકોને ટિકિટ મળવાની છે તેની કેટલીક માહિતી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની લોકસભા ઉમેદવારોની પહેલી લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોનુ માનીએ તો ઝારખંડમાં અન્નપૂર્ણાદેવી કોડરમા, અર્જુન મુંડા ખૂંટી, નિશિકાંત દુબે ગોડ્ડા અને સુનીલ કુમાર ચતરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં અલ્મોડાથી અજય ટમટા, ટિહરી ગઢવાલથી માલા રાજ્યલક્ષ્મી શાહ અને અજય ભટ્ટ નૈનીતાલ ઉધમ સિંહ નગરથી લોકસભા ચૂંટણી લડી શકે છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ નામો પર મોહર લાગવી નક્કી છે. 
 
દિલ્હી, બંગાળ અને હરિયાણાથી કોણ હશે ઉમેદવાર?
સૂત્રોનુ માનીએ તો મનોજ તિવારી ઉત્તરી પૂર્વી દિલ્હી, પરવેશ વર્મા પશ્ચિમી દિલ્હી, રમેશ બિધૂડી પશ્ચિમી દિલ્હીથી ચૂંટણી લડી શકે છે બીજી બાજુ બંગાળની 8 સીટો પર હુગલીથી લૉટેક ચટર્જી, બાંકુરા સીટ પરથી સુભાષ સરકાર, બલુઘાટથી સુકાંત મજમુદાર, આસનસોલથી ભોજપુરી ગાયક પવન સિંહ વર્ધમાનથી એસએસ અહલુવાલિયા, મેદિનીપુરથી દિલીપ ઘોષ, બાણગાંવથી શાંતનુ ઠાકુર, કૂચ બિહારથી નિશીથ પ્રામાણિકને ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે. હરિયાણામાં પણ 4 બેઠકો માટેના ઉમેદવારો અંતિમ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ગુરુગ્રામથી ગાવ ઈન્દ્રજીત સિંહ, સિરસાથી સુનીત દુગ્ગલ, ભિવાની-મહેન્દ્રગઢથી ધરમબીર સિંહ અને ફરીદાબાદથી કૃષ્ણપાલ ગુર્જરને મેદાનમાં ઉતારી શકે છે. 
 
ગુજરાત, રાજસ્થાન અને યૂપીમાં આ ઉમેદવાર છે નક્કી 
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપાની પહેલી લિસ્ટના મુજબ ગુજરાતના ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી સીઆર પાટિલ, ભાવનગરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડી શકે છે. જો કે પુરૂષોત્તમ રૂપાલાને કંઈ સીટ પરથી ચૂંટણી લડવાની છે તે નક્કી નથી. સૂત્રોના મુજબ રાજસ્થાનની 25માંથી 7 સીટો પર ઉમેદવાર નક્કી માનવામાં આવી રહ્યા છે.   અહી જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત, બીકાનેરથી અર્જુન રામ મેઘવાલ, બાડમેરથી કૈલાશ ચૌધરી, કોટથી ઓમ બિડલા, ચિત્તોડગઢથી સીપી જોશી, ચુરુથી રાહુલ કાસવાન અને ઝાલાવાડ-બારાથી દુષ્યંત સિંહ ચૂંટણે લડી શકે છે.  જ્યારે યુપીની વારાણસી સીટથી પીએમ નરેન્દ્ર મોદી, લખનૌથી રાજનાથ સિંહ, ગોરખપુરથી રવિ કિશન, બસ્તીથી હરીશ દ્વિવેદી, બાંસગાંવથી કમલેશ પાસવાન, ખેરીથી અજય મિશ્રા ટેની, આગરાથી એસપીએસ બઘેલ, ફતેહપુર સીકરીથી રાજકુમાર ચાહર, મુઝફ્ફર સીટથી સંજીવ ચૌહાણ. અમેઠીના બાલિયાનથી સ્મૃતિ ઈરાની, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ અને કન્નૌજથી સુબ્રત પાઠક ચૂંટણી લડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Anant Radhika Wedding - જામનગરમાં સેલીબ્રેટીઓનો મેળાવડો