Raigarh Landslide: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક આદિવાસી ગામમાં પહાડ તૂટી પડવાને કારણે લગભગ 40 ઘર કાટમાળ નીચે દટાઈ ગયા છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બુધવારે (19 જુલાઈ) મોડી રાત્રે ભૂસ્ખલન થતાં 30 થી વધુ પરિવારો ફસાયા હોવાની આશંકા છે, જ્યાં આદિવાસી વસાહતના લગભગ 46 ઘરો આવેલા છે.
વહીવટી અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં માત્ર બે-ચાર ઘરોનો જ બચાવ થયો છે, અને ગામમાં બનેલી શાળાને કોઈ નુકસાન થયું નથી. આ ઘટના રાયગઢના ખાલાપુર વિસ્તારથી માત્ર 6 કિમી દૂર બની હતી. મોરબે ડેમ ખાલાપુર વિસ્તારમાં જ બાંધવામાં આવ્યો છે જે નવી મુંબઈને પાણી પૂરું પાડે છે.