1 ફેબ્રુઆરીના રોજ ફાઈનેંશિયલ ઈયર 2018-19 માટે રજુ થનારુ Aam budget 2018 માં મિડલ ક્લાસને મોટી રાહત મળી શકે છે. સરકાર ટેક્સમાં છૂટની લિમિટ વધારવા ઉપરાંત ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકે છે. ફાઈનેંસ મિનિસ્ટ્રીના સોર્સેસ મુજબ ફાઈનેંસ મિનિસ્ટ્રી ઈનકમ ટેક્સમાં છૂટની લિમિટને 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. આવુ એક પ્રપોઝલ મિનિસ્ટ્રી સામે છે.
બજેટ 2018 - મિડલ ક્લાસને રાહત આપવા પર વિચાર
- સોર્સેસ મુજબ ફાઈનેસ મિનિસ્ટ્રીની સામે ટેક્સમાં છૂટની લિમિટ વધારીને 3 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. આ છૂટની લિમિટ 5 લાખ રૂપિયા સુધી કરવાનુ પ્રપોજલ છે. પણ 5 લાખ રૂપિયા સુધી લિમિટ વધારવાની આશા નથી. જો કે તેને 3 લાખ રૂપિયા કરી શકાય છે.
- સરકાર બજેટમાં મિડલ ક્લાસ જેમા મોટાભાગના સેલેરી ક્લાસ છે તેમને રાહત આપવા પર વિચાર કરી રહી છે. સરકારનુ માનવુ છે કે આ વર્ગને રિટેલ ઈનફ્લેશનમાંથી રાહત મળવી જોઈએ. આવામાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે.
Aam Budget 2018 - ટેક્સ સ્લેબમા થઈ શકે છે ફેરફાર
- ઉલ્લેખનીય છે કે અગાઉના બજેટમાં ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલીએ સ્લેબમાં ફેરફાર કર્યો નહોતો. પણ નાના ટેક્સ પેઅર્સને રાહત આપતા 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળા પર 10%ને બદલે 5% લગાવ્યો હતો.
- 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાંથી 5 થી 10 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળાને 10% ટેક્સ સ્લેબમાં લાવી શકાય છે. બીજી બાજુ 10 થી 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક ઈનકમવાળાને 20% અને 20 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30% ટેક્સ સ્લેબમાં લાવી શકાય છે.
Budget 2018 -ઈંડસ્ટ્રી ચેંબર CII એ પણ કરી ડિમાંડ
- ઈંડસ્ટ્રી ચેંબર સીઆઈઆઈએ પોતાના પ્રી-બજેત મેમોરેંડમમાં કહ્યુ, 'મોંઘવારીને કારણે રહન-સહન પર ખર્ચ વધ્યો છે. આવામાં લો ઈનકમવાળાને રાહત આપવા માટે ઈનકમ ટેક્સમાં છૂટની લિમિટ વધારવાની સાથે સાથે અન્ય સ્લૈબનુ અંતર પણ વધારવુ જોઈએ. પીક ટેક્સ સ્લૈબને પણ 25% કરવામાં આવે.