1. ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખો.
2 . ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માટે પૂર્વ દિશામાં માટીના એક નાના વાસણમાં મીઠું ભરીને રાખવું અને દર ચોવીસ કલાક પછી તેને બદલતાં રહેવું.
3. ઘરનો મુખ્ય દરવાજો જમીન સાથે ઘસાઇને ખુલે તો તેને સારો સંકેત માનવામાં આવતો નથી. આ સંકતનો અર્થ થાય છે કે, તે ઘરના સભ્યોએ આર્થિક મામલાઓમાં સંઘર્ષ કરવો પડે છે. ધન કમાવવા માટે પરિશ્રમ પણ કરવો પડી શકે છે.
4. ઘરમાં ખુશહાલી રહે, તેની માટે ત્રણ લીલા છોડ માટીના વાસણોમાં ઘરની અંદર પૂર્વ દિશામાં રાખવાં. ધ્યાન રાખવું કે ફેંગશુઈમાં બોનસાઈ અને કૈક્ટસને હાનિકારક માનવામાં આવે છે. કારણ કે, બોનસાઈ પ્રગતિમાં બાધક તથા કૈક્ટસ હાનિકારક હોય છે. આ માટે ભુલથી પણ આવા છોડને ઘરમાં રાખવા નહીં.
5. જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે.
6. માછલીઓના જોડાને ઘરમાં લટકાવવું ખૂબ જ શુભ તથા સૌભાગ્યદાયક માનવામાં આવે છે. તેના પ્રભાવથી ઘરમાં બરકત અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ આવે છે.
7. તમારા ઘરના દરવાજાના હેન્ડલમાં સિક્કા લટકાવવા ઘરમાં સંપત્તિ જેવું સૌભાગ્ય લાવવાનો સર્વોત્તમ માર્ગ છે. તમે ત્રણ જુના લાલ સિક્કાને લાલ રંગના દોરા અથવા રિબનમાં બાંધીને પોતાના ઘરના હેન્ડલમાં લટકાવી શકો છો. જેનાથી ઘરના બધા જ લોકને લાભ થશે. આ સિક્કાને દરવાજાની અંદરની બાજુએ લટકાવવા જોઇએ.
8. દાંપત્ય સુખ માટે બેડરૂમના દક્ષિણ-પશ્ચિમમાં ક્રિસ્ટલ ગ્લાસના બનેલાં ઝાડફાનસનો ઉપયોગ કરવો જોઇએ. જેમાં લાલ બલ્બ લગાવવો જોઇએ. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હંમેશા પૃથ્વી અથવા અગ્નિ સાથે જોડાયેલાં રંગોનો જ પ્રયોગ કરવો સારો માનવામાં આવે છે. પડદા, બારીઓ વગેરેમાં તેનો ઉપયોગ ઠીક રહે છે.
9. લવ બર્ડ, મૈંડરેન ડક જેવા પક્ષી પ્રેમનું પ્રતીક છે, તેમની નાની મૂર્તિઓની જોડ પોતાના બેડરૂમમાં રાખવી. જેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. બેડરૂમમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે ત્યાં પાણીની તસવાળા ચિત્રો ભુલથી પણ ન લગાવવા જોઇએ તેના સ્થાન પર રોમેન્ટિક કલાકૃત્તિ જેવી કે યુગલ પક્ષીની તસવીર લગાવી શકાય છે, આ તસવીર તમારી લાઇફમાં રોમાન્સ ભરી દેશે.
10. ઘર હંમેશાં વ્યવસ્થિત રાખો. એનાથી તમને હકારાત્મક ઊર્જા મળશે.ઘરમાં કોઇ જગ્યાએ નળ ટપકતો ન હોવો જોઇએ. પાણી ટપકવાનો અવાજ મન અને ઘરની અશાંતિનું કારણ બની શકે છે.