Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jaipur Express Highway, - જયપુરમાં દિલ્લી-અજમેર માર્ગ અકસ્માત - ટ્રેલર અચાનક પુલ પર બેકાબૂ થઈને ડિવાઈડર તોડી 20 ફુટ નીચે ટેંકર પર પડ્યુ

jaipur acciden
, શનિવાર, 31 ઑગસ્ટ 2024 (13:28 IST)
jaipur acciden
 
અકસ્માત પોલીસ મથકના હેડ કૉન્સ્ટેબલ મહાવીરે જણાવ્યુ, દુર્ઘટના શુક્રવારે લગભગ 4.50 વાગે બની. દિલ્હી-અજમેર એક્સપ્રેસ પુલ પર એક ખાલી ટ્રોલી અજમેર તરફ જઈ રહી હતી. પુલ પર ઓવર સ્પીડ ટ્રેલર બેકાબૂ થઈ ગયુ. ડિવાઈડર કૂદતા બીજી બાજુની લેનમાં આવીને ટ્રેલર પુલની દિવાલ તોડીને નિવારુ રોડ પર આવેલ નેહા મોટર્સ પાસે સર્વિસ લાઈન પર આવી પડ્યુ.  આ દરમિયાન સર્વિસ લાઈન પરથી પસાર થઈ રહેલ પાણીનુ ટેંકર તેની નીચે દબાય ગયુ. 
 
ધમાકાનો અવાજ સાંભળીને ગભરાયા લોકો 
બ્રિઝની નીચે ટ્રેલર પાણીના ટૈંકર પર પડવાથી જોરદાર ધમાકો થયો. ધમાકાની અવાજ સાંભળીને દુકાનોમાં બેસેલા લોકો બહાર નીકળી આવ્યા. બંને ક્ષતિગ્રસ્ત વાહનોને જોઈને ઘટનાસ્થળ પર પહોચ્યા.  પોલીસ કંટ્રોલ રૂમને અકસ્માતની માહિતી આપતાં અકસ્માત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલક ચંદાલાલ સૈની (40) રહે. હરિયાલી ધાની, શિવપુરી જોતવાડાને ખભામાં ફ્રેક્ચર થયું હતું.
 

 
દોઢ કલાક બાદ ટ્રાફિક શરૂ થયો હતો
અકસ્માત બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. લગભગ દોઢ કલાકની જહેમત બાદ પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવ્યા હતા. પોલીસને એક્સપ્રેસ બ્રિજ પર પાર્ક કરેલી ક્ષતિગ્રસ્ત કાર પણ મળી આવી હતી. પોલીસ ક્ષતિગ્રસ્ત કારના ડ્રાઈવર તેમજ ટ્રક ડ્રાઈવરની શોધ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Today Weather Update: આવી રહ્યુ છે આસના વાવાઝોડુ, ગુજરાતમાં નહી થંભે આફત, દિલ્હી-યૂપી-બિહાર વાળા જાણી લો વેધર અપડેટ