Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્લ્ડ કપ 2019 : ...તો શું ભારત-પાકિસ્તાન ફરી ક્રિકેટના મેદાનમાં ટકરાશે?

વર્લ્ડ કપ 2019 : ...તો શું ભારત-પાકિસ્તાન ફરી ક્રિકેટના મેદાનમાં ટકરાશે?
, મંગળવાર, 25 જૂન 2019 (01:09 IST)
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આંકડાઓની જોડ- તોડ શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાની ઇંગ્લૅન્ડ પર જીત અને પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ સેમિફાઇનલ મૅચનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. રાઉન્ડ રૉબિન લીગ મૅચમાં પાકિસ્તાનને હાર આપ્યા બાદ ક્રિકેટ પ્રશંસકો એ જાણવા માટે આતુર છે કે શું ભારત પોતાના પરંપરાગત પ્રતિદ્વંદ્વીથી ફરી એક વખત ટકરાઈ શકે છે?
 
હાલ સ્કોર બૉર્ડમાં ટોપ 4 ટીમ ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ભારત અને મેજબાન ઇંગ્લૅન્ડ છે. ભારત સામે હાર્યા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે હાર્યા બાદ દક્ષિણ આફ્રિકા માટે ટુર્નામેન્ટના દરવાજા બંધ થઈ ગયા છે. અત્યારે છ મૅચમાં પાંચ અંક સાથે પાકિસ્તાન સાતમા નંબર પર છે. તો હવે પાકિસ્તાન કેવી રીતે અંતિમ ચારમાં પહોંચી શકે છે?
 
પહેલા નજર સેમિફાઇનલમાં લગભગ પહોંચી જ ચૂકેલી ત્રણ ટીમ પર.ન્યૂઝીલૅન્ડ
webdunia
webdunia
 
ન્યૂઝીલૅન્ડ છ મૅચમાં પાંચ જીત સાથે 11 અંક લઈને ટોપ પર છે. ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વિરુદ્ધ મૅચ બાકી છે. બસ વધુ એક જીતથી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડનું સ્થાન પાક્કું. પરંતુ ત્યારે શું જ્યારે ન્યૂઝીલૅન્ડ ત્રણમાંથી એક પણ મૅચ જીતી ન શકે? તો તેના 11 પૉઇન્ટ જ રહેશે, પરંતુ આ સ્થિતિમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે બચેલી ત્રણ- ત્રણ મૅચમાંથી ઓછામાં ઓછી એકમાં હાર જરૂરી છે, જેથી ત્રણેય 10 પૉઇન્ટ સુધી ન પહોંચી શકે.
 
ઑસ્ટ્રેલિયા
 
ઑસ્ટ્રેલિયાછ મૅચમાં પાંચ જીત સાથે 10 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. ઑસ્ટ્રેલિયા અત્યાર સુધી પોતાની મૅચ માત્ર ભારત સામે હાર્યું છે. ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મૅચ બાકી છે. વધુ એક જીતથી તેના સેમિફાઇનલમાં પહોંચવાની ગૅરન્ટી મળી જશે. પરંતુ જો તે બાકીની ત્રણમાંથી એક પણ મૅચ ન જીતી શકી તો... તેના 10 પૉઇન્ટ જ રહેશે. તેવામાં તેણે આશા રાખવી પડશે કે શ્રીલંકા ઓછામાં ઓછી બે મૅચમાં હારે અને બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન પણ ઓછામાં ઓછી એક મૅચ ગુમાવી દે. આ રીતે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ત્રણેય 11 અંક પ્રાપ્ત કરી શકશે નહીં.
 
ભારત
 
અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય. પાંચ મૅચમાં ચાર જીત સાથે 9 અંક લઈને ભારત ત્રીજા નંબર પર છે. વરસાદના કારણે રદ થયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડ સાથે પૉઇન્ટ વહેંચવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરુદ્ધ મૅચ બાકી છે. બે મૅચમાં જીતથી સેમિફાઇનલમાં જગ્યા પાક્કી થઈ જશે.
પરંતુ જો બાકીની મૅચમાંથી એક પણ ભારત જીતી ના શકે તો .. ભારતના નવ અંક જ રહી જશે. તેવામાં ટીમ ઇન્ડિયા એવી આશા રાખશે કે શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક કરતાં વધારે મૅચ ન જીતી શકે. સાથે જ વેસ્ટ ઇન્ડીઝ પણ ઓછામાં ઓછી એક મૅચ હારી જાય.
 
ઇંગ્લૅન્ડ
 
ઇંગ્લૅન્ડમેજબાન ટીમ છે અને છ મૅચમાં ચાર જીત સાથે આઠ પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે. ઑસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ મૅચ બાકી છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે બે મૅચ જીતવી પડશે. પરંતુ જો અંગ્રેજ ટીમ બાકી ત્રણમાંથી એક પણ મૅચ જીતી ન શકી તો.. ઇંગ્લૅન્ડના 8 પૉઇન્ટ જ રહી જશે અને તે ટુર્નામેન્ટની બહાર નીકળી શકે છે. પરંતુ કેટલીક શક્યતા છે કે તેનાથી એ સેમિફાઇનલમાં પહોંચી શકે છે   શ્રીલંકા પોતાની બધી જ મૅચ હારી જાય.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાકી બચેલી ઓછામાં ઓછી બે મૅચ હારી જાય. વેસ્ટ ઇન્ડીઝ એક મૅચ હારી જાય. વાત પાકિસ્તાનની કરીએ તો 1992માં સ્લો સ્ટાર્ટર રહ્યા બાદ ચેમ્પિયન બનેલી પાકિસ્તાની ટીમ હજુ પણ ચેમ્પિયન બનવાનું સપનું જોઈ શકે છે.
 
પાકિસ્તાન છ મૅચમાં બે જીત અને 5 પૉઇન્ટ સાથે સાતમા નંબર પર છે. દક્ષિણ આફ્રિકાને 49 રનથી હરાવીને ટીમે ટૂર્નામેન્ટમાં પરત ફરવાના સંકેત આપ્યા છે.
ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ મૅચ બાકી છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને ત્રણ મૅચ જીતવા પડશે. તેનાથી પાકિસ્તાનના પૉઇન્ટ 11 થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ કેટલીક આશા જળવાઈ રહેશે. સરફરાઝ ઍન્ડ કંપનીને અંતિમ ચારમાં જગ્યા પાક્કી કરવા માટે આશા રખવી પડશે કે ઇંગ્લૅન્ડ એક કરતાં વધારે મૅચ ન જીતે. આ સિવાય શ્રીલંકા અને બાંગ્લાદેશ ઓછામાં ઓછી એક- એક મૅચ હારી જાય.
 
તો જો ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યાં તો 9 જુલાઈના રોજ માન્ચેસ્ટરમાં યોજાનારી પહેલી સેમિફાઇનલમાં અથવા તો 11 જુલાઈના રોજ બર્મિંઘમમાં યોજાનારી બીજી સેમિફાઇનલમાં ટકરાઈ શકે છે, પરંતુ તેના માટે હજુ ઘણી શક્યતાઓ બાકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રાનું મહાત્મ્યઃ- Jagannath Yatra 2018- શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા ,