Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલી નજરનો પ્રેમ ખરેખર કેટલો અસરકારક હોય છે?

પહેલી નજરનો પ્રેમ ખરેખર કેટલો અસરકારક હોય છે?
, મંગળવાર, 30 એપ્રિલ 2019 (16:38 IST)
બીબીસી ફ્યૂચર
દેખ કે તુમ કો હોંશ મેં આના ભૂલ ગયે...
યાદ રહે તુમ, ઔર જમાના ભૂલ ગયે..
કોઈને પહેલી વખત જુઓ અને તેમની એક ઝલક તમને દુનિયા ભુલાવી દે, તો તેને કહેવાય છે પહેલી નજરનો પ્રેમ અથવા તો 'લવ એટ ફર્સ્ટ સાઇટ'.
તમે પણ કોઈને એક નજરે જોયા અને એવું લાગ્યું છે કે આ વ્યક્તિ જો જીવનમાં ન મળે તો આપણું જીવન જ બેકાર છે?
પહેલી જ નજરમાં આખા જીવનનું પ્લાનિંગ મગજમાં આવી જાય છે. આ જ રીતે ઘણા લોકોને જોઈને પહેલી નજરમાં જ આપણે અનુમાન લગાવી લઈએ છીએ કે તે વ્યક્તિ કેવી હશે.
જોકે, જરૂરી નથી કે સામેની વ્યક્તિની જે તસવીર આપણે મનમાં ઊભી કરી છે, તે સંપૂર્ણપણે સાચી હોય. આપણું આકલન ખોટું પણ હોઈ શકે છે.
પરંતુ કહેવત આ જ છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. ચાલો હવે આ કહેવતના વૈજ્ઞાનિક પાસાને સમજવાનો પ્રયાસ કરીએ.
 
કોઈનો ચહેરો એક નજરે જોયા બાદ તેમના અંગે મત વ્યક્ત કરવામાં મગજ એક સેકેન્ડનો દસમો લે છે.
ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં વ્યક્તિને સંપૂર્ણપણે જાણી શકાતી નથી પરંતુ વ્યક્તિત્વનાં ઘણાં પાસાંનો અંદાજ લગાવી શકાય છે.
જેમ કે રાજકારણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિની આવડતનું અનુમાન તેમના હાવભાવ, વાતચીતના અંદાજ અને વાતોથી લગાવી શકાય છે.
ભલે લોકો તે વ્યક્તિને ઓળખતા ન હોય પણ તેમના વ્યક્તિત્વથી અનુમાન લગાવી લે છે કે તેઓ સફળ રાજનેતા હશે કે નહીં.
સંશોધક અને પુસ્તક ફેસ વેલ્યૂના લેખક એલેક્ઝાન્ડર ટોડોરોવ આ વાત સાથે સહમતી ધરાવતા નથી.
તેમના આધારે પહેલી નજરમાં બનેલી ધારણા ખોટી પણ સાબિત થઈ શકે છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન હંમેશાં એ લોકો માટે જ બને છે જેમને આપણે ઓળખતા નથી.
એટલે તેમના અંગે જે ધારણા આપણે મનમાં બનાવી હોય છે તે સાચી હોઈ શકે છે, સટીક નહીં.
 
એ ત્રણ વસ્તુઓ જે તમારો દેખાવ નક્કી કરે છે
સમગ્ર દુનિયામાં ફેસ વેલ્યૂના આધારે ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખીને અભિપ્રાય બની શકે છે. પહેલું છે આકર્ષણ, બીજી છે વિશ્વસનીયતા અને ત્રીજી છે પ્રબળતા.
આકર્ષણનો મતલબ છે કે જેમની સાથે ક્વૉલિટી સેક્સ કરી શકાય.
વિશ્વસનીયતાનો મતલબ છે કે જેમની અંદર જવાબદારી નિભાવવાનું સાહસ હોય.
પ્રબળતાનો મતલબ છે કે જેમની અંદર ઝઘડો, તણાવ ઓછો કરવાની ક્ષમતા હોય.
સંશોધક પ્રબળતાનો સંબંધ શારીરિક રૂપે મજબૂત હોવા સાથે જોડીને પણ જુએ છે.
આ સંદર્ભે પુરૂષ અને સ્ત્રી અંગે એકસમાન મત વ્યક્ત કરી શકાતો નથી. ઉદાહરણ તરીકે જો એક પુરૂષ શારીરિક સૌષ્ઠવ ધરાવે છે તો તે વાત તેમના ફેવરમાં આવે છે.
આ તરફ જો મહિલાનાં કદ કાઠી પુરૂષ જેવાં છે તો તેને સારાં ગણવામાં આવતાં નથી. એટલે કે ચહેરો જોઈને કોઈના અંગે મત વ્યક્ત કરવો યોગ્ય નથી.
 
વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઇમ્પ્રેશન
છત પર એકબીજાને જોઈ જોઈને ઇશારા કરવા અથવા તો આંખો આંખોમાં એકબીજા સમક્ષ પ્રેમનો ઇઝહાર કરવાનો જમાનો તો હવે વીતી ગયો.
આ નવી ટેકનિકનો જમાનો છે જ્યાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવનના સંબંધ ઘડવામાં આવી રહ્યા છે.
આજે ઘણી એવી ડેટિંગ ઍપ છે, જ્યાં હજારો લાખો લોકો મિત્રતા કરી રહ્યા છે. લોકો કોઈની તસવીર જોઈને ફિદા થઈ જાય છે તો કોઈને રિજેક્ટ કરી દે છે.
તેઓ એ ભૂલી જાય છે કે ટેકનિકની મદદથી તસવીરને સારી કે ખરાબ બનાવી શકાય છે.
સાથે જ એ જોવું પણ જરૂરી છે કે તસવીર કયા એંગલથી લેવામાં આવી છે.
ઉદાહરણ તરીકે જો તસવીર લો એંગલ પર લેવામાં આવી છે તો અવધારણા બનાવી શકાય છે કે તસવીરમાં દેખાતી વ્યક્તિ ડૉમિનેટિંગ નેચરની છે.
આ વાત પુરૂષોના હકમાં છે પરંતુ મહિલાઓની વિરુદ્ધ છે.
કેમ કે કોઈને પણ એવી મહિલા પસંદ હોતી નથી, જે તેમના પર ભારે પડે.
અમેરિકાની વેસ્ટ વર્જીનિયા યુનિવર્સિટીના પ્રોફેસર લીસલ શરબીનું કહેવું છે કે ઑનલાઇન ડેટિંગ માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે, તેના આધારે જ આગામી મુલાકાતની વાત બને છે.
પારંપરિક રીતે રોમૅન્ટિક રિલેશનશીપમાં વાતચીતની શરૂઆત પુરૂષ તરફથી થાય છે. પરંતુ વર્ચ્યુઅલ વર્લ્ડમાં આ ફેર જોવા મળતો નથી.
અહીં બન્ને સમાન રૂપે સંબંધની શરૂઆત કરે છે. આ આધારે તેમના ચરિત્ર અંગે કોઈ સટીક મત વ્યક્ત કરી શકાતો નથી.
 
ઑનલાઇન દુનિયાના સંબંધ
ઑનલાઇન ડેટિંગ ઍપની દુનિયામાં સંબંધ વ્યૂહરચના અંતર્ગત બનાવવામાં આવે છે.
તેના માટે કાયદેસર ઓછામાં ઓછી 18 પ્રકારની ડેટિંગ સ્ટ્રેટેજીનો ઉલ્લેખ રિસર્ચ રિપોર્ટમાં મળે છે.
જો ઑનલાઇન પહેલી મુલાકાત સફળ રહે છે, તો વાત બીજી મુલાકાત સુધી પહોંચે છે. જેમાં બન્ને પાર્ટનર પોતાની પસંદ કે નાપસંદની વાત કરે છે.
વાત આગળ વધે છે તો ફરી વાત થાય છે સ્ટેટસ, પૈસા અને પ્રેમની. જો ઑનલાઇન બધી વાતો બરોબર થાય છે, તો પછી ખાનગી મુલાકાત કરવામાં સરળતા રહે છે.
ઑનલાઇન ડેટિંગનો સૌથી મોટો ફાયદો થાય છે કે નિર્ણય લેવા માટે સારો એવો સમય મળી રહે છે.
તો નુકસાન એ પણ છે કે કોઈ પણ વ્યક્તિને મળ્યા વગર તેના અંગે ધારણા બનાવવી આશાઓ પર પાણી ફેરવી શકે છે.
લોકો પોતાની પસંદ કે નાપસંદ અંગે વાત કરતા પણ ફસાઈ જાય છે.
ઉદાહરણ તરીકે પુરૂષ સામાન્યપણે કહે છે કે તેમને બુદ્ધિમાન મહિલાઓ પસંદ હોય છે.
જ્યારે ખરેખર તેમને પોતાના કરતા ઓછી જાણકારી ધરાવતી અને ઓછું મગજ ધરાવતી મહિલા સાથી પસંદ હોય છે. જેથી તેઓ પોતાને વધારે બુદ્ધિમાન ગણાવી શકે.
આ વાત પણ મનુષ્યો પર લાગુ થતી નથી. આપણે પોતાના જીવનસાથીની પસંદગી માટે ઘણા માપદંડો બનાવી લઈએ છીએ.
ઘણી વખત આપણને એવા લોકો પસંદ આવી જાય છે જે આપણા કોઈ પણ માપદંડ પર ખરા ઊતરતા નથી.
એટલે એ કહેવું મુશ્કેલ છે કે પહેલી નજરમાં કોઈના વિશે જે મત ઊભો કરવામાં આવ્યો છે તે હંમેશાં સાચો જ હશે.
જ્યાં સુધી પ્રેમની વાત છે તો ક્યારે, ક્યાં કોની સાથે થઈ જાય તે કહી શકાતું નથી.
પ્રેમના સંબંધમાં બધા માપદંડો એક તરફ જ રહી જાય છે. કેમ કે પ્રેમ ક્યારેય સમજી વિચારીને થતો નથી. તે તો બસ થઈ જાય છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

નારાયણ સાંઈ : આઠ વર્ષ જૂના કેસમાં તપાસ કેવી રીતે કરવામાં આવી