Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhoomi Pujan: જાણો ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે, શુ છે તેનુ મહત્વ અને વિધિ

Bhoomi Pujan: જાણો ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે, શુ છે તેનુ મહત્વ અને વિધિ
, બુધવાર, 5 ઑગસ્ટ 2020 (08:09 IST)
રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં 5 ઓગસ્ટ બુધવારે ભૂમિ પૂજન થવા જઈ રહ્યુ છે. ભૂમિ પૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ ભાગ લેશે.  પણ શુ તમે જાણો છો કે ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે. હિંદ ધર્મ મુજબ તેનુ શુ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે કોઈ પણ ઈમારતના નિર્માણ પહેલા એ સ્થાનનુ ભૂમિ પૂજન કરવુ જરૂરી છે.  આવુ કરવાથી એ સ્થાનમાં આવનારા બધા અવરોધ દૂર થઈ જાય છે. 
 
ભૂમિ પૂજન કરવાનુ કારણ 
 
હિંદુ ધર્મ મુજબ ભૂમિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભૂમિ વંદનીય અને પૂજનીય છે. માતૃભૂમિમાં કોઈપણ પ્રકારનુ નિર્માણ કાર્ય કરતા પહેલા ભૂમિનુ પૂજન થાય છે. જે ભૂમિ પર નિર્માણ થાય છે જો એ ભૂમિ પર કોઈપણ પ્રકારનો કોઈ દોષ છે કે એ ભૂમિના માલિક દ્વારા કોઈ ભૂલ થઈ છે તો આવામાં ભૂમિ પૂજનથી ધરતી માતા દરેક પ્રકારના દોષ અને  ભૂલોને માફ કરી દે છે. 
 
ભૂમિ પૂજનની વિધિ 
 
જે ભૂમિનુ પૂજન થવાનુ હોય તેની સફાઈ કરો. ભૂમિ પૂજનમાં બ્રાહ્મણે  ઉત્તર મુખી થઈને પાલખી મારીને બેસવુ જોઈએ. બીજી બાજુ જાતકે પૂર્વ તરફ મોઢુ કરીને બેસવુ જોઈએ.  જાતક જો પરણેલો છે તો પોતાની ડાબી બાજુ પોતાની પત્નીને બેસાડવી જોઈએ. 
 
મંત્રોચ્ચારથી શરીર, સ્થાન અને આસનની શુદ્ધિ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભૂમિ પૂજનમાં ચાંદીના નાગ અને કળશની પૂજા કરવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામ જન્મભૂમિ અયોધ્યા વિશે જાણો આ ખાસ 5 વાતો