તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રેલ્વે બોર્ડએ 18 સેપ્ટેમ્બરે એક સર્કુલર રજૂ કરવામાં આવ્યો છે તેમાં વળતરની રકમ વધારવા અંગે માહિતી આપવામાં આવી હતી. હવે તેનો અમલ કરવામાં આવ્યો છે. આ નિયમો 18 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે.
રેલ્વે બોર્ડએ રેલ દુર્ઘટનામાં મળનારા વળતરને 10 ગણો વધારી નાખ્યો છે. હવે જો ટ્રેના દુર્ઘટનામાં કોઈની મોત થઈ જાય છે તો તેમના પરિજનને 50 હજારની જગ્યા 5 લાખા રૂપિયાની મદદ રાશિ મળશે.
ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 25 હજારની જગ્યાએ 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ નાની ઈજાના કિસ્સામાં 5 હજાર રૂપિયાના બદલે 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.