Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સહિત આ 6 રાજ્યો બની રહ્યા છે કોરોનાનું સંક્રમણનું હોટસ્પોટ, 81% કેસ નવા નોંધાયા

ગુજરાત સહિત આ 6 રાજ્યો બની રહ્યા છે કોરોનાનું સંક્રમણનું હોટસ્પોટ,  81% કેસ નવા નોંધાયા
, ગુરુવાર, 25 માર્ચ 2021 (14:36 IST)
મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાત આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 80.63% કેસ આ રાજ્યોમાં જ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 53,476 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટી થઇ છે.
 
દૈનિક ધોરણે સર્વાધિક કેસોની સંખ્યામાં દેશભરમાં મહારાષ્ટ્ર ટોચે છે જ્યાં એક દિવસમાં વધુ 31,855 (59.57%) કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં નવા 2,613 જ્યારે કેરળમાં નવા 2,456 કેસ નોંધાયા છે.
 
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 3.95 લાખથી વધારે (3,95,192) નોંધાયું છે જે દેશમાં કુલ પોઝિટીવ કેસોમાંથી 3.35% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 26,735 દર્દીનો ચોખ્ખો વધારો નોંધાયો છે. દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 74.32% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ આ ત્રણ રાજ્યોમાં જ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના કુલ સક્રિય કેસોમાંથી 62.91% દર્દીઓ છે.
 
ભારતમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,12,31,650 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 95.28% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 26,490 દર્દીઓ સાજા થયા છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત આજે 10,836,458 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 251 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
 
દૈનિક ધોરણે નોંધાયેલા 78.49% મૃત્યુ છ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક (95) નોંધાયો છે. તે પછીના ક્રમે છેલ્લા 24 કલાકમાં પંજાબમાં વધુ 39 અને છત્તીસગઢમાં વધુ 29 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
 
 
14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, લક્ષદ્વીપ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ છે.
 
દેશમાં આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 8,61,292 સત્રોનું આયોજન કરીને કુલ 5.31 કરોડ (5,31,45,709) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાં 79,80,849 HCWs (પ્રથમ ડોઝ), 50,61,790 HCWs (બીજો ડોઝ), 84,78,478 FLWs (પથમ ડોઝ) અને 32,37,381 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના ચોક્કસ સહ-બીમારી ધરાવતા હોય તેવા 51,31,949 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,32,55,262 લાભાર્થી સામેલ છે.
 
દેશમાં રસીકરણ કવાયતના 68મા દિવસે (24 માર્ચ 2021) રસીના કુલ 23 લાખથી વધારે (23,03,305) ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 38,243 સત્રોનું આયોજન કરીને કુલ 21,13,323 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 1,89,982 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.કુલ (5,31,45,709) ડોઝ માંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખતરનાક: કોરોના ફરી બદલાઈ, દિલ્હીના દર્દીઓમાં ઉલ્ટી, બેચેની અને પેટમાં દુખાવો જેવા લક્ષણો