કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. દરેક મહિને આવતી સંકષ્ટ ચતુર્થી અને બુધવારે ગણેશજીનો દિવસ હોય છે. તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ ફળ આપનારી હોય છે.