કેગના અહેવાલ અનુસાર રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં છે. જેમાં ૫૪ જાહેર સાહસોમાં ૩૬૪૭ કરોડનો નફો થયો છે, જ્યારે સામે ૧૪ જાહેર સાહસોમાં ૧૮,૧૪૨ કરોડની ખોટ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી, જીઆઇડીસી, જીઇબી સહિતના સરકારના નિગમો કે વિભાગોને જાહેર સહાસો કહેવાય છે. ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૧૬-૧૭ની નાણાંકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ તેમજ મહેસુલ અને સામાજિક સમીક્ષાના કેગનો અહેવાલ અનુસાર રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં છે. જેમાં ૫૪ જાહેર સાહસોમાં ૩૬૪૭ કરોડનો નફો થયો છે, જ્યારે સામે ૧૪ જાહેર સાહસોમાં ૧૮,૧૪૨ કરોડની ખોટ થઈ છે.
આ ઉપરાંત કેગના અહેવાલમાં રાજ્ય સરકારના સબ રજિસ્ટ્રારની અનિયમિતતા દર્શાવવામાં આવી છે. જેમાં ૧૦૩ કેસમાં ૯૯.૯૮ કરોડની વસૂલાતમાં અનિયમિતતા સામે આવી છે. કેગના અહેવાલમાં ખાણ અને ખનીજ વિભાગ પર ગંભીર ટીપ્પણી કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગની ખોટી નીતિને લાધે સરકારી તિજારીને ૧૫૨ કરોડનું નુકશાન પહોંચ્યું છે. ૧૮૨ કેસમાં ખાણ ખનીજ વિભાગે ખોટી રીતે ખાણની લીઝ આપી છે. કેગ રિપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી છે કે, સબ રજીસ્ટ્રાર કચેરી બાવળા દ્રારા બજાર કિંમતનુ અયોગ્ય રીતે ગણતરી કરવામાં આવતા એક કેસમાં રૂપિયા ૯૮ લાખની સ્ટેમ્પ ડ્યુટીની ઓછી વસુલાત થઇ હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. મિલકતોની બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણના કારણે ૨૮ દસ્તાવેજામાં ૧.૭૫ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ઓછી લેવામાં આવી છે.
૧૯૭૮ માં રચાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દ્વારા ભલામણ કરવા છતાં રાજ્ય સરકારે ભૂગર્ભ જળ માટે નો કાયદો ઘડવામાં આવ્યો જ નથી. ક્ષાર નિયંત્રણ માટેની યોજનામાં કામોના અમલીકરણનો વિલંબ થતાં આ યોજના નો ખર્ચ ૪૫૫ ટકાથી ઊંચો થઈ ગયો છે. મૂળ યોજના ૭૮૯.૧૨ કરોડની હતી તેની સામે માર્ચ ૨૦૧૭ સુધી ૧૦૪૫.૬૫ કરોડ ખર્ચ થઈ ચૂક્યો છે અને બાકી કામો માટે ૨,૫૪૪.૭૯ કરોડ નવો અંદાજ કરવા માં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઓછી કરી રાજ્યની તિજારી ને ૯૯ કરોડનું નુકસાન થયું છે. કુલ ૧૦૩ કેસમાં ૯૯.૦૦ કરોડની ઓછી આકારણી કરવામાં આવી છે. નગર આયોજન યોજના હેઠળ એન્યુલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ માં સુધારો ના થતા ૬૭ કરોડનું નુકસાન થયું છે.