Publish Date: Sat, 14 May 2016 (12:38 IST)
Updated Date: Sat, 14 May 2016 (12:46 IST)
અમદાવાદથી અમેરિકા મુસાફરી કરતા લોકો માટે હવે સફર આસાન બનશે.આ વર્ષના સ્વતંત્રા દિવસથી અમદાવાદથી લંડનના હીથ્રો એરપોર્ટ પર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ન્યુ જર્સીના ન્યુયોર્ક એરપોર્ટ સુધી લઇ જવામાં આવશે.એર ઇન્ડિયાના સીનીયર ઓફિસરના કહેવા પ્રમાણે 15 ઓગષ્ટના દિવસથી યુકે અને યુએસએના ગુજરાતીઓની ઘણાં સમયથી સીધી ફ્લાઇટની માંગ હતી.
હાલ અમદાવાદ-મુંબઇ-લંડનની ફ્લાઇટ છે.આ ફ્લાઇટમાં અમદાવાદથી જનારા પેસેન્જરોને ઘણીવાર
મુંબઇ એરક્રાફ્ટ બદલવું પડતું હતું, જેના કારણે તેમને અગવડો પડતી હતી.હવે 15 ઓગષ્ટથી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર એરક્રાફ્ટ અમદાવાદથી સીધું લંડન જશે અને ત્યાંથી ન્યુયોર્ક પહોંચશે. આ જ ફ્લાઇટ આ જ રૂટ પર પાછી અમદાવાદ આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાત દરમિયાન અમદાવાદ-લંડનની
ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી હતી.