મયૂરનો અર્થ થાય છે મોર. આ આસન કરવાથી શરીરની આકૃતિ મોરના જેવી દેખાય છે તેથી આનુ નામ મયૂરાસન છે.
વિધિ ; બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ધીરે ધીરે પગને ઉઠાવો.
હાથના પંજા અને કોણીના બળ પર ધીરે ધીરે સામેની તરફ નમતા શરીરને આગળ નમાવ્યા પછી પગને ધીરે ધીરે સીધા કરી દે છે. ફરી સામાન્ય સ્થિતિમાં આવતા પહેલા પગને જમીન પર લાવવામાં આવે છે અને ત્યારે ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જાવ.
સાવધાની : જે લોકોને બ્લડપ્રેશર, ટી.બી. હૃદય રોગ, અલ્સર અને હર્નિયા રોગની તકલીફ હોય તે આ આસન યોગ ચિકિત્સકની સલાહ મુજબ કરે.
લાભ : પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. કબજિયાત, ગેસ વગેરે પેટ સંબંધી સામાન્ય રોગોની સારવાર થાય છે. આંતરડા અને તેનાથી સંબંધિત અંગોને મજબૂતી મળે છે સાથે સાથે અમાશય અને મૂત્રાશયના દોષ દૂર થાય છે. આ આસનથી વક્ષસ્થળ, ફેફસાં, પાંસળીઓ અને પ્લીહાને શક્તિ મળે છે. આ આસન કરવાથી ક્લોમ ગ્રંથિ પર દબાવ પડવાને કારણે ડાયાબીટીશના રોગીઓને પણ લાભ મળે છે. આ આસન ગરદન અને મેરુદંડને માટે પણ લાભદાયક છે.