Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાદહસ્તાસન

પાદહસ્તાસન
આમાં આપણબંને હાથથી પોતાના પગના અંગૂઠાને પકડીએ છીએ, પગની ટચલી આંગળી પણ પકડીએ છીએ. આ આસન હાથથી પગને પકડીને કરવામાં આવે છે, તેથી આને પાદહસ્તાસન કહેવાય છે.

વિધિ : આ આસન ઉભા થઈને કરવામાં આવે છે. પહેલા ખભા અને કરોડરજ્જુના હાડકાં સીધા રાખતા સાવધાનની મુદ્રામાં ઉભા થઈ જાવ. પછી બંને હાથને ધીરે ધીરે ઉપર ઉઠાવવામાં આવે છે. હાથને ખભાથી સમાંતર લાવીને થોડા થોડા ખભાને આગળની તરફ દબાવતા પછી હાથોને માથસુધઉપર ઉઠાવવામાં આવે છે. ધ્યાન રાખો કે ખભા કાનથી અડેલા હોવા જોઈએ.

હવે ઘૂંટણને સીધા રાખ્યા પછી હાથની બંને હથેળીઓથી એડી-પંજા મળેલ બંને પગને ઘૂંટી પાસેથી પકડીને માથાને ઘૂંટણથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ સ્થિતિમાં શ્વાસ લેતા રહો. આ સ્થિતિને સૂર્ય નમસ્કારની ત્રીજી સ્થિતિ પણ કહી શકાય છે.

તમારી અનુકૂળતા મુજબ 30-40 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો.

પાછા ફરવા માટે ધીરે-ધીરે આ સ્થિતિથી ઉપર ઉઠો અને ક્રમશ: ઉભી મુદ્રામાં આવીને હાથોને ફરી કમરથી અડાવ્યા પછી વિશ્રામની સ્થિતિમાં આવી જાવ. થોડી ક્ષણોનો વિરામ આપીને આ અભ્યાસ ફરી કરો. આ રીતે 5 થી 7 વાર કરવાથી આ આસન અસરકારક રહે છે.

સાવધાની - કરોડરજ્જુના હાડકાંમાં કોઈ તકલીફ હોય અને સાથે સાથે પેટમાં કોઈ ગંભીર બીમારી હોય એવી સ્થિતિમાં આ આસન ન કરો.

W.D
લાભ - આ આસન મૂત્ર-પ્રણાલી, ગર્ભાશય અને જનનેન્દ્રિય સ્ત્રાવોને માટે વિશેષ રૂપથી સારી છે. આનાથી કબજીયાતની તકલીફ દૂર થાય છે. આ પીઠ અને કરોડરજ્જુને મજબૂત અને લચીલુ બનાવે છે અને જંધાઓ અને પિંડળીઓની માંસપેશિઓને મજબૂત કરે છે. આંતરડાંને અને પેટ સંબંધબધા વિકારો આ આસનને નિયમિત કરવાથી દૂર થાય છે. તેનાથી સુષન્મા નાડીનો ખેંચાવ થવાથી તેનુ બળ વધે છે.

Share this Story:

Follow Webdunia gujarati