યોગ કરવાથી ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું થઇ જાય છે અને માતાઓને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સાથે વધુ જોડાણ હોવાનો અનુભવ થાય છે. મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા અભ્યાસમાં જાણ્યું કે ગર્ભવતી મહિલાઓ જો યોગ કરે તો તેમનામાં ડિપ્રેશન ઓછું કરી શકાય છે અને માતા બાળક વચ્ચેનું જોડાણ પણ વધે છે.
નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભાકાળ દરમિયાન મહિલાઓમાં ઉત્પન્ન થનારા હોર્મોન મહિલાઓને નિરુત્સાહિત કરી દે છે જેના કારણે માતા બનવા જઇ રહેલી પાંચમાંથી એક મહિલા ગંભીર ડિપ્રેશનનો શિકાર બની જાય છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે ગર્ભવતી મહિલાઓમાં મનોવૈજ્ઞાનિક જોખમ વધુ હોય છે અને જે મહિલા 10 અઠવાડિયા સુધી મનથી યોગ કરે છે તેમનામાં ડિપ્રેશનના લક્ષણોમાં મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળે છે.
યોગ કરવાથી માતા બનવા જઇ રહેલી મહિલા ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સાથે જોડાણ અનુભવે છે. મનોરોગ ચિકિત્સાના સહાયક પ્રોફેસર અને હ્યુમન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં સહાયક સંશોધન નિષ્ણાત મારિયા મુઝિકના નેતૃત્વમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અમારા સંશોધનમાં મામલુ પડ્યું છે કે ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણોને દવાના માધ્યમ દ્વારા ઉપચાર કરવાની સરખામણીએ યોગથી પ્રભાવી રૂપે ઓછા કરી શકાય છે.