શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવાની સલાહ અપાય છે. આ સલાહને ધ્યાનમાં રાખતા અમે બધા નિયમિત વ્યાયામની યોજના તો બનાવીએ છે , પણ 1-2 દિવસ વ્યાયામ કર્યા પછી આળસના કારણે આખી યોજના એમજ રહી જાય છે. દુખની વાત તો આ છે કે જો લાંબા સમય દુધી આળસી રહેવાય તો ઓછી ઉમરમાં જ દિલના રોગ થઈ શકે છે.
જો અમે તમને કહીએ કે કેટલીક એક્સરસાઈજ એવી છે જેને કરતા અમે આલસી હોવા સિવાય પણ સ્વસ્થ રહી શકે છે. જી હા , આ એક્સરસાઈજને કરો અને રહો આલસી અને સાથે ફિટ પણ
1. બૉલ પર બેસીને- કોઈ ખુરશી પર બેસવાની જગ્યા મેડિસિન બૉલ પર બેસીને શરૂ કરો. કારણકે તમને બૉલ પર બેસતા પોતાને સંતુલિત કરવા માટે પ્રયાસ કરવા પડશે , એનાથી આ એસ સારી કસરત થઈ શકે છે.
2. ખુરશી પર બેસીને પગની એક્સરસાઈજ- ખુરશી પર આરામથી બેસીને એક-એક કરીને બન્ને પગને ઉપાડીને વ્યાયામ કરી શકો છો. આ રીતે ખુરશી પર બેસીને તમે સ્વસ્થ અને મજબૂત જાંઘ હાસલ કરી શકો છો.
3. દીવાલને અડીને બેસવું- આ વ્યાયામને કરવા માટે દીવાલને અડીને ઉભા થઈ જાવ અને ધીમે-ધીમી ઘૂંટણને વળીને નીચે જાઓ જ્યાં સુધી 90 ડિગ્રીના એંગલ ન બની જાય . થોડી વાર આ જ પોજીશનમાં રહીને ફરી આ વ્યાયામ કરી શકો છો.
4. બેડપર લગાવો પુશઅપ અને સિટઅપ- તમે હાલ પુશ અપ કરવા ઈચ્છો છો પણ બેડ પરથી ઉઠવા માંગતા નથી તો કોઈ વાંધો નહી, તમે બેડ પર પણ વ્યાયામ કરી શકો છો. કારણકે બેડ
ખૂબ્ નરમ હોય છે , આથી પુશઅપ લગાવતા પોતાને સંતુલિત રાખવું ઘણુ સરળ થઈ જાય છે.
5. ફોન પર વાત કરતા કે સંગીત સાંભળતા - દિવસભરની વ્યસ્તતા વચ્ચે તમારા કોઈ પણ પસંદનું ગીત લગાવીને એ સમયે દોડ લગાવી જ શકો છો. 4-5 મિનિટ ની આ દોડ તમારા શરીર ને તો સ્વસ્થ રાખશે સાથે જ ગીત તમારો મૂડ પણ રીફ્રેશ કરી નાખશે.