Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવાસન

સવાસન
સવનો અર્થ થાય છે મડદુ એટલેકે આપણા શરીરને મડદાંની જેમ બનાવી લેવાને કારણે જ આ આસનને સવાસન કહેવામાં આવે છે.

વિધિ : પીઠના બળે ઉંધીને બંને પગમાં વધુમાં વધુ અંતર રાખવામાં આવે છે. પગના પંજાની બહાર અને એડિયોની અંદરની તરફ રાખવામાં આવે છે. બંને હાથને શરીરથી લગભગ છ ઈંચના અંતરે રાખવામાં આવે છે. હાથને ઉપરની તરફ ખોલીને મુકો. ડોકને સીધી અને આખો બંધ કરો.

આખુ શરીર ઢીલુ છોડ્યા પછી સૌથી પહેલા મનને શ્વાસોશ્વાસના ઉપર લગાવે છે, અને આપણે મનથી અનુભવી છે કે બંને નાસિકાઓથી શ્વાર અંદર જઈ રહ્યો છે અને બહાર આવી રહ્યો છે. જ્યારે શ્વાસ અંદર જાય છે ત્યારે નાસિકાના આગળના ભાગમાં થોડી ઠંડક લાગે છે અને જ્યારે શ્વાસ બહાર છોડીએ છીએ ત્યારે આપણને ગરમાહટનો અનુભવ થાય છે. આ ગરમાહટ અને ઠંડકનો અનુભવ કરો.

આ જ રીતે નાસાગ્રસથી ક્રમશ: છાતિ અને નાભિ પર ધ્યાન કેન્દ્રિત કરો. મનમાં ઉંધી ગણતરી કરતા જાવ. 100 થી લઈને 1 સુધી, અને જો ભૂલ થાય તો ફરી કરો.

સાવધાની : આખો બંધ રાખવી જોઈએ. હાથને શરીરથી છ ઈંચના અંતરે અને બંને પગમાં એક થે દોઢ ફૂટનુ અંતર રાખો. શરીરને ઢીલુ છોડી દો. શ્વાસની સ્થિતિમાં શરીરને હલાવવુ જોઈએ નહિ. ધ્યાન રાખો કે તમારુ ધ્યાન ફક્ત શરીર સાથે જ લાગેલુ હોવુ જોઈએ, મનમાં ચાલતા વિચારો સાથે નહી. આ માટે લાંબી શ્વાસની ગરમાહટ અનુભવો.

W.D
લાભ ; માનસિક તાણ(ડિપ્રેશન), લોહીનુ ઉંચુ દબાણ, હૃદયરોગ, અને અનિદ્રાને માટે આ આસન લાભદાયક છે.

શ્વાસની સ્થિતિમાં આપણુ મન શરીર સાથે જોડાયેલુ રહે છે. જેનાથી શરીરમાં કોઈ પ્રકારના બહારના વિચારો આવતા નથી. આ જ કારણે આપણું મન પૂર્ળત: આરામદાયક સ્થિતિમાં હોય છે. ત્યારે શરીર પોતે જ શાંતિનો અનુભવ કરે છે. થોડા જ સમયમાં શરીરનો થાક દૂર થઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati