Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્ણધનુરાસન

પૂર્ણધનુરાસન
આ આસનમાં શરીરની આકૃતિ સંપૂર્ણ રીતે ખેંચાયેલા ધનુષ જેવી થઈ જાય છે તેથી તેને ધનુરાસન કહે છે. અર્ધધનુરાસન અને પૂર્ણ ધનુરાસનમાં કોઈ ખાસ ફરક નથી હોતો. સામાન્ય રીતે આને પણ ધનુરાસન જ કહેવાય છે. પરંતુ સતત પ્રયત્ન કરતા રહેવાથી જ્યારે આ આસન સિધ્ધ થઈ જાય છે તો પૂર્ણ ધનુરાસનની આકૃતિ જેવી પ્રતિત થાય છે અર્થાત ખેંચાયેલા ધનુષ બાણ જેવી.

વિધિ : મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી જાય. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.

પાછા ફરવા માટે પહેલા દાઢીને જમીન પર ટેકવી પગ અને હાથને સમાનાંતર ક્રમમાં ક્રમશ: ધીરે ધીરે જમીન પર લઈ ફરીથી મકરાસનની સ્થિતિમાં આવી જાવ.અને શ્વાસોચ્છસની પ્રક્રિયા સામાન્ય બનતા તેનું પુનરાવર્તન કરો. આ રીતે ત્રણથી ચાર વાર આ આસન કરો.

સાવધાની : જે લોકોને કમરનો દુખાવો અથવા ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન કરવું હિતાવહ નથી. પેટને લગતો અન્ય કોઈ રોગ હોય તો પણ આ આસન ન કરવું જોઈએ.

W.D
લાભ : ધનુરાસનથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આનાથી બધા જ આંતરિક અંગો, માંસપેશિયો તથા ઘુટણના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.આ આસન શરીરમાં ઉર્જા તથા સત્વ, રજસ,તમસ એમ ત્રણ ગુણોનું સંતુલન બનાવી રાખે છે. હ્રદય મજબુત બને છે. ગળાના તમામ રોગ મટી જાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા સુઘડ બને છે. કબજીયાતની તકલિફ દૂર થાય છે. મેરૂદંડમાં લચીલાપણું આવેઅ છે. સર્વાઈકલ, સ્પોંડોલાઈટીસ, કમરનો દુખાવો તથા પેટના દર્દોમાં આ હિતકારી આસન છે. સ્ત્રીઓની માસિક વિકારોમાં લાભપ્રદ છે.કિડ્નીને પોષણ આપી મુત્ર-વિકારોને દૂર કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati