Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પદ્માસન

પદ્મ અર્થાત કમળ તેથી આ આસનને કમળાસન પણ કહે છે

પદ્માસન
ધ્યાન માટે જરૂરી આસનોમં પદ્માસન મહત્વપૂર્ણ છે. પદ્મ અર્થાત કમળ તેથી આ આસનને કમળાસન પણ કહે છે.

વિધિ - આ આસન બેસીને કરવામાં આવે છે. પહેલા પગ લાંબા કરી પરસ્પર એકબીજા સાથે જોડી લો, પછી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીને જમણા પગને ડાબા પગની જાંધ પર મુકી દો. પછી ડાબા પગને ઉપરની જમણી જાંઘ પર મુકી દો.

આ વખતે બંને હાથના કાંડાને ઘુટણા પર સીધી મુકો. બંને હાથના અંગૂઠા પાસેની આંગળી અંગૂઠા સાથે મેળવો, બાકી ત્રણ આંગળી સીધી રાખો. આંખો બંધ તથા કમર સીધી રાખો. ગરદન સીધી અને નાસાગ્ર દ્રષ્ટિ બનાવી રાખો અથવા ભવો પર ધ્યાનને એકાગ્ર કરો. આ બધી દુર્ભાવનાઓનો વિનાશક પદ્માસન કહેવાય છે.

આ આસનના ફાયદા - ઈન્દ્ર પદ્માસન પ્રોક્તંસર્વવ્યાધિ વિનાશનમ - મતલબ પદ્માસન બધા રોગોનો નાશ કરે છે. બધા રોગોથી મતલબ શારિરીક, દૈવિક અને ભૌતિક રોગોથી છે.

W.D
પદ્માસનમાં પ્રાણાયમ અક્રવાથી સાધક કે રોગીનુ મન શાંત થઈ જાય છે. સાધના અને ધ્યાનને માટે આ આસન શ્રેષ્ઠ છે. આમા મન એકાગ્ર થાય છે. મનની એકાગ્રતાથી ધારણા સિધ્ધ થાય છે.

સાવચેતી : પગમાં કોઈ પણ પ્રકારની વધુ તકલીફ હોય તો આ આસન ન કરવુ.

Share this Story:

Follow Webdunia gujarati