Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lookback2024_Politics: 2024માં ટોચના 10 સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યાદીમાં ટોચ પર

top leader
, ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (14:44 IST)
top leader
વૈશ્વિક રાજનીતિક ક્ષેત્ર આજે મહત્વપૂર્ણ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યુ છે. જે ઝડપથી એવા નેતાઓથી પ્રભાવિત થઈ રહ્યુ છે જે જટિલ પડકારોનો કુશળતાપૂર્વક સામનો કરી રહ્યા છે. સાથે જ પોતાના મતદાતાઓ વચ્ચે જાગૃતતા વધારી રહ્યા છે. કારણ કે તેઓ લોકો સાથે વધુ જોડાયેલા અને સૂચિત થઈ રહ્યા છે. એવા  નેતાઓનુ સમર્થન કરી રહ્યા છે જે તેમના મૂલ્યો અને આંકાક્ષાઓની સાથે પ્રેરિત અને સંકળાયેલા છે. 
 
આપણે એવા યુગમાં રહીએ છીએ જેમા સૂચનાનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયાનો વ્યાપક પ્રભાવ છે. જેને કારણે નાગરિક  હવે સૂચનાના નિષ્ક્રિય પ્રાપ્તકર્તા રહ્યા નથી. તેઓ સક્રિય રૂપથી પોતાના નેતાઓ સાથે જોડાવવા માંગે છે. તેમની પાસેથી જવાબદારી ઈચ્છે છે અને તેમના કાર્યો અને પ્રસારણમાં પ્રામાણિકતાની માંગ કરે છે. 
 
આ વઘતો રેશિયો વિવિધ વૈશ્વિક સરનામાની એપ્રુવલ રેટિંગમાં સ્પષ્ટ છે જે રાજનીતિક વિમર્શમાં જનતાની ભાગીદારીની વધતી પ્રવૃત્તિને દર્શાવે છે. 
  
ઉલ્લેખનીય છે કે ભારતના ત્રણ વારના પ્રધાનમંત્રી રહી ચુકેલ નરેન્દ્ર મોદી 69 ટકા રેટિંગ સાથે એક વાર ફરી સૌથી વૈશ્વિક લોકપ્રિય નેતા બનીને ઉભર્યા છે. જેવ્વા કે મોર્નિંગ કંસલ્ટ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે. 
 
વૈશ્વિક સ્તર પર સૌથી પ્રસિદ્ધ નેતાના રૂપમાં સતત રૈકિંગ પ્રાપ્ત કરનારા મોદીની લોકપ્રિયતા ભારતીય નાગરિકોમાં ઘરેલુ અને આંતરાષ્ટ્રીય પડકારોનો સામનો કરવામાં મજબૂત નેતૃત્વના મહત્વ વિશે વધતી જાગૃતતાને દર્શાવે છે. જો કે આ અગાઉની રેટિંગ થી થોડો ઘટાડો બતાવે છે. 
 
તેનાથી વિપરીત લોકપ્રિયતામાં ઘટાડોના સંકેત આપતા, ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો (20 ટકા) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (39 ટકા) અને કનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો (તેનાથી વિપરિત લોકપ્રિયતામાં ઘટાડોના સંકેત આપતા ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો (20 ટકા) અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડેન (39 ટકા)  અને કનાડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો (29 ટકા) યાદીમાં ખૂબ નીચે છે. 
 
રસપ્રદ વાત એ છે કે બ્રિટેનના નવનિયુક્ત પ્રધાનમંત્રી કીર સ્ટારમરના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકનુ સ્થાન લેતા વૈશ્વિક લોકપ્રિય નેતાઓની ટોચ 10 ની યાદીમાં સ્થાન બનાવ્યુ છે. 
 
જો કે વૈશ્વિક નેતા રેટિંગ વિવિધ દેશોની રાજનીતિના વિશે એક આકર્ષક અંતર્દષ્ટિ પ્રદાન કરે છે. તેથી અહી જુલાઈ 2024 સુધીના ટોચના દસ સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા છે. જેમની વર્તમાન એપ્રુવલ રેટિંગ 8-14 જુલાઈ 2024થી એકત્ર આંકડા પર આધારિત છે. 

 તાજેતરની રેટિંગ મુજબ 2024માં દુનિયાના ટોચના 10 સૌથી લોકપ્રિય  નેતા

રૈંક નેતા નુ નામ દેશ પદનુ નામ રેટિંગ અસ્વીકૃતિ રેટિંગ કાચુ પાકુ
1 નરેન્દ્ર મોદી ભારત પ્રધાનમંત્રી 69% 24% 7%
2 એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રેડો મેક્સિકો અધ્યક્ષ 63% 33% 4%
3 જેવિયર માઈલી અર્જેંટીના અધ્યક્ષ 60% 36% 4%
4 વિયોલા અમ્બહેર્ડ સ્વિટ્ઝરલેંડ સંઘીય પાર્ષદ 52% 28% 19%
5 સાઈમન હેરિસ આયરલેંડ મંત્રી 47% 38% 16%
6 કીર સ્ટાર્મર યૂનાઈટેડ કિંગડમ લેબર પાર્ટીના નેતા 45% 25% 30%
7 ડોનાલ્ડ ટસ્ક પોલેંડ પૂર્વ પ્રધાનમંત્રી   45% 44% 11%
8 એંથની અલ્બાનીઝ ઓસ્ટ્રેલિયા પ્રધાનમંત્રી 42% 45% 13%
9 પેંડ્રો સાંચેજ    સ્પેન પ્રધાનમંત્રી 40% 55% 4%
10 જોર્જ્યા મૈલોની ઈટલી પ્રધાનમંત્રી 40% 54% 6%
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lookback2024_Politics - સૌથી મોટુ Election Year 2024, નિર્ણાયક રહ્યા યુવા મતદાતા, 72 દેશોમાં થયુ મતદાન