Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Year Ender 2023: આ વર્ષની સૌથી મોટી ઘટના, જેણે શરમથી ઝુકાવ્યુ દેશવાસીઓનુ મસ્તક

manipur riots
, ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (15:29 IST)
manipur riots
Year Ender 2023: વર્ષ 2023 પુરૂ થવા આવ્યુ છે. આવામાં આ વર્ષે માર્ચથી જૂન સુધીના મહિનામાં દેશના એક રાજ્યમાં એવી ઘટના બની જેનાથી દરેકનુ માથુ શરમથી નમી ગયુ.  દેશનુ એક રાજ્ય હિંસામાં સળગી રહ્યુ હતુ અને તે રાજ હતુ મણિપુર
 
મણિપુર હિંસા વિશે બધા લોકો જાણે છે. મૈતેઈ અને કુકી સમુહની વચ્ચેની ઝડપ એટલી વધી ગઈ કે બે મહિલાઓના સમ્માન પર આ વાત આવી ગઈ. મહિલાઓને નિર્વસ્ત્ર કરીને આખા વિસ્તારમાં ફરાવી અને તેના નિકટના લોકોની પણ હત્યા કરવામાં આવી. 
 
 આ ઘટના થોડા મહિનાઓ જૂની હતી પરંતુ જુલાઈ મહિનામાં આ મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને જોઈને લોકોનું માથું શરમથી ઝૂકી ગયું હતું. આ મહિલાઓના પરિવારના સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. આ પછી રાજ્યમાં ભારે હોબાળો થયો હતો. બાદમાં 16 ઓક્ટોબરે CBIએ બે મહિલાઓને નગ્ન પરેડ કરવાના કેસમાં એક સગીર સહિત 6 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ છ લોકો પર ગેંગરેપ અને હત્યાનો આરોપ પણ મૂક્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
 
એવો આરોપ છે કે 4 મેના રોજ મણિપુરના કાંગપોકલી જિલ્લામાં લગભગ 1000 લોકોની ભીડે ઘરોમાં તોડફોડ કરી અને તેમને આગ લગાવી દીધી. આ પછી મહિલાઓનું યૌન શોષણ પણ થયુ હતું.
 
આ પછી બે મહિલાઓને કપડાં ઉતારીને રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી અને તેમાંથી એકના પરિવારના સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે આરોપીની ઓળખ કર્યા બાદ અન્ય તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.
 
મણિપુરમાં થયેલ આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા.  અત્યાર સુધી, મૈતૈઈ અને કુકી સમુદાયો રાજ્યમાં પોતપોતાની સર્વોપરિતા માટે લડી રહ્યા છે. જો કે, મણિપુરમાં ફરીથી આવી કોઈ હિંસક કે મોટી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Year Ender 2023: કોણ છે વર્ષ 2023નો બેસ્ટ કપ્તાન ? આ સ્ટારે રોહિત શર્માને છોડ્યો પાછળ