Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વકપમાં સૌથી વધુ સદી

વિશ્વકપમાં સૌથી વધુ સદી
, બુધવાર, 21 જાન્યુઆરી 2015 (18:10 IST)
સચિન તેંદુલકરને રેકોર્ડના બાદશાહના રૂપમાં ઓળખવામાં આવે છે. સચિને પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન સેંકડો કીર્તિમાન પોતાના નામે કર્યા છે. તેમાથી જ આ કીર્તિમાન પણ છે. સચિન અત્યાર સુધી રમાયેલ વિશ્વકપમાં 6 સદી લગાવી ચુક્યા છે. જે વિશ્વકપમાં લગાવેલ સદીઓ બાબતે સૌથી વધુ છે. સચિને પોતાની પ્રથમ સદી વિશ્વકપ 1996માં કેન્યા વિરુદ્ધ લગાવી હતી. 
 
સચિને આ મેચમાં 138 બોલમાં 127 રનોની રમત રમી હતી. સચિને બીજી સદી 1996ના જ વિશ્વકપમાં શ્રીલંકા વિરુદ્ધ લગાવી. આ મેચમાં સચિન તેંદુલકરે 137 બોલ પર 137 રન બનાવ્યા હતા. સચિને વિશ્વકપ ક્રિકેટની ત્રીજી સદી કેન્યા વિરુદ્ધ 1999ના વિશ્વકપમાં લગાવી હતી.  આ મેચમાં તેણે ઝડપી 101 બોલમાં 140 રન બનાવ્યા હતા. 
 
સચિને વિશ્વકપની ચોથી સદી નામીબિયા વિરુદ્ધ 2003માં વિશ્વકપમાં લગાવી હતી. સચિને આ મેચમાં 151 બોલમાં 152 રન બનાવ્યા હતા. આ સ્કોર સચિનનો વિશ્વકપનો બેસ્ટ વ્યક્તિગત સ્કોર છે. સચિને વિશ્વકપની પાંચમી સદી 2011માં ઈગ્લેંડ વિરુદ્ધ લગાવી હતી. આ મેચમાં સચિને 115 બોલમાં 120 રનની રમત રમી હતી. 
 
સચિને છઠ્ઠી અને અંતિમ સદી સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2011ના વિશ્વકપમાં લગાવી હતી. આ મેચમાં તેમણે 101 બોલમાં 111 રન બનાવ્યા હતા. વિશ્વકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ ભારતના માસ્ટર બ્લાસ્ટૅર સચિન તેંદુલકરના નામે છે. સચિને પોતાનો પ્રથમ વિશ્વકપ સન 1992માં રમ્યો હતો. સચિને 1992થી 2011 વચ્ચે 45 મેચ રમી આ દરમિયાન તેણે 6 સદી લગાવી. 
 
સચિન પછી રિકી પોટિંગ આ રેકોર્ડને બનાવવા બાબતે બીજા નંબર પર છે. પોટિંગે 1996થી 2011ની વચ્ચે રમાયેલ વિશ્વકપમાં 46 મેચ રમી આ દરમિયાન તેમણે 5 સદી લગાવી. સૌરવ ગાંગુલી ઓસ્ટ્રેલિયાન આ માર્ક વો ની સાથે આ બાબતે બરાબરી પર છે. બંનેયે વિશ્વકપમાં 4-4 સદી લગાવી છે. 
 
સદી લગાવવામાં દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સની સાથે પાકિસ્તાનના રમીઝ રાજા. ઓસ્ટ્રેલિયાના મૈથ્યુ હેડેન. વેસ્ટઈંડિઝના વિવિયન રિચર્ડ. શ્રીલંકાના મહેલા જયવર્ધન. પાકિસ્તાનના સઈદ અનવર. શ્રીલંકાના સનથ જયસૂર્યાનો સમાવેશ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati