rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયા માટે સચિન તેંદુલકરની છ ટિપ્સ

ટીમ ઈંડિયા
નવી દિલ્હી , બુધવાર, 18 ફેબ્રુઆરી 2015 (13:47 IST)
વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાનો આગામી મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે. રવિવારે થનારા આ મુકાબલાને ટીમ ઈંડિયા માટે મોટી પરીક્ષા માનવામાં આવી રહી છે. આ મુકાબલાની જીત હારથી ટીમ ઈંડિયાના આગળના અભિયાન પર ભલે કોઈ અસર ન પડે.. પણ ટીમ ઈંડિયા જો આ મુકાબલો જીતી લે છે તો ટીમને એક મનોવૈજ્ઞાનિક ફાયદો જરૂર મળશે. અહી અમે તમને બતાવી રહ્યા છે એ છ પોઈંટસ જેને સચિન તેંદુલકરે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વના બતાવ્યા છે. 
 
 
1. ઓપનિંગ જોડી મુખ્ય - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની હરીફાઈમાં ઓપનિંગ જોડીની મહત્વની ભૂમિકા રહેશે. રોહિત શર્માએ કોઈપણ જાતના દબાણ વગર રમવુ જોઈએ. શરૂઆતમાં જલ્દી વિકેટ ન પડવાથી ટીમ ઈંડિયાને ફાયદો થશે. 
 
2. બેટિંગમાં દમખમ - પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ. વિકેટો વચ્ચે ભાગદોડ હોય કે પછી ઝડપથી સિંગલ્સ જોડવાના હોય. ભારતીય બેટ્સમ્નેઓએ આ બધુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પણ કરવુ પડશે. વર્લ્ડ કપમાં વેસ્ટઈંડિઝની ટીમ 300 રન પછી પણ મેચ હારી ગઈ. આ જોતા વિરાટ કોહલી સહિત ટીમના દરેક બેટ્સમેનોએ પુરો દમ લગાડવો પડશે. 
 
3. બેટિંગમાં ફેરફાર નહી - ટીમ ઈંડિયાની મેચ વિનિંગ કોન્બિનેશનમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. સુરેશ રૈના મિડિલ ઓવરમાં ઝડપથી રન બનાવી શકે છે. તેથી બેટિંગ લાઈન અપમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જો શરૂઆતી વિકેટ જલ્દી પડી જાય તો અજિક્ય રહાણેને નંબર 4 પર રમાડવો જોઈએ. 
 
4. ડેલ  સ્ટેનનો ભય - ટીમ ઈંડિયાના બેટ્સમેનોએ ડેલ સ્ટેન પર નજર રાખવી પડશે. તે ખૂબ જ ખતરનાક સ્ટ્રાઈક બોલર છે. પણ એક સ્પૈલ દરમિયાન એવી અનેક ક્ષણ આવે છે જ્યારે તેઓ પોતાની સર્વશ્રેષ્ઠ લયમાં નથી હોતા. ભારતીય બેટ્સમેનોએ તેનો ફાયદો ઉઠાવવો પડશે.   આમ તો આપણે હરીફાઈ પહેલા જ કોઈ બોલરને ટારગેટ ન કરવો જોઈએ. 
 
5. અમલા-ડિવિલિયર્સનો ભય - ભારતીય બોલરો સામે પડકાર અનેક ગણો વધુ હશે. હાશિમ અમલા કાયમ સો ટકા આપવાની કોશિશ કરે છે. તેમને રોકવાની કોશિશ કરવી પડશે. બીજી બાજુ એબી ડિવિલિયર્સ વર્તમાન સમયમાં સૌથી ખતરનાક બેટ્સમેન છે. તેની બેટિંગમાં અત્યાર સુધી કોઈ ખામી પણ જોવા નથી મળી. 
 
6. માઈંડસેટનો મુકાબલો - દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ હરીફાઈ દરમિયાન પહેલાથી જ નક્કી માઈંડસેટ સાથે ન ઉતરવુ જોઈએ કે અમે 320  રન બનાવીશુ.  બંને ટીમો મોટો સ્કોર કરવાનો દમ રાખે છે. આપણે સારી શરૂઆત પર ધ્યાન આપવુ જોઈએ અને પછી એક એક વસ્તુઓને સારી કરવી પડશે. ભારતીય ટીમ પહેલાથી જ ઓસ્ટ્રેલિયામાં રમી રહી છે અને તેનો ફાયદો ટીમને જરૂર મળ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati