Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોની સેના સામે બાંગ્લાદેશનો પડકાર

ધોની સેના સામે બાંગ્લાદેશનો પડકાર
મેલબર્ન. , બુધવાર, 18 માર્ચ 2015 (18:14 IST)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવરે વર્લ્ડ કપ 2015ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. બાંગ્લાદેશની ટીમ પહેલીવાર વિશ્વકપના નોક આઉટ રાઉંડમાં પહોંચી છે. આમ તો ભારતનુ પલડું ભારે છે પણ વર્લ્ડ કપમાં બંને ટીમો બરાબર છે. 2007માં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગઈ. બીજી બાજુ 2011ના ઉદ્દઘાટન મેચમાં ભારતને જીત મળી હતી. આવો બંને ટીમોના આંકડા પર નજર નાખીએ.. 
 
ભારત - કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 
કોચ ડંકન ફલેચર 
ટીમ - ધોની. વિરાટ કોહલી. શિખર ધવન, સુરેશ રૈના. રોહિત શર્મા. અજિંક્યા રહાણે. રવિન્દ્ર જડેજા. આર.અશ્વિન. મોહમ્મદ શમી. ઉમેશ યાદવ. મોહિત શર્મા. ભુવનેશ્વર કુમાર. અંબાતી રાયડુ. અક્ષર પટેલ. સ્ટુઅર્ટ બિન્ની. 
 
વર્લ્ડ કપ 2015 નું પ્રદર્શન 
 
- પાકિસ્તાનને 76 રનથી હરાવ્યુ 
- દક્ષિણ આફ્રિકાને 130 રનથી હરાવ્યુ 
- યૂએઈને 9 વિકેટથી હરાવ્યુ 
- વેસ્ટ ઈંડિઝને ચાર વિકેટથી હરાવ્યુ 
- આયરલેંડને આઠ વિકેટથી હરાવ્યુ 
- ઝિમ્બાબવે વિરુદ્ધ છ વિકેટથી જીત મળી. 

મોટા ખેલાડી 
શિખર ધવન - બે સદીની મદદથી છ મેચોમાં 337 રન  બનાવી ચુક્યા છે. એકવાર ફરી મોટો દાવ રમવાની આશા હશે કારણ કે જ્યારે પણ ધવન સદી લગાવે છે ભારત જીતે છે. 
 
મોહમ્મદ શમી - પાચ મેચમાં 15 વિકેટ લઈને હરીફાઈના બીજા સૌથી સફળ બોલર છે. બધી ટીમો વિરુદ્ધ વિકેટ લીધી છે અને શરૂઆતમાં જ સફળતા અપાવી છે. 
 
શુ કરી શકે છે 
 
ટીમ ઈંડિયા આ ટૂર્નામેંટમાં અત્યાર સુધી ચાર વાર લક્ષ્યનો પીછો કરતા જીતી છે. જ્યારે કે બે મજબૂત ટીમો વિરુદ્ધ પહેલા રમતા મોટી જીત મેળવી છે. ટોસ જીતવા પર પહેલા બોલિંગ કરવી પસંદ કરી શકે છે. 
 
બાંગ્લાદેશ 
કપ્તાન - મશરફી મુર્તજા 
કોચ - ચંદિકા હથુરાસિંધે 
 
ટીમ - મશરફી મુર્તજા(કપ્તાન). અલ અમીન હુસૈન. અનામૂલ હક. અરાફાત સને. મહમુદુલ્લાહ. મોમિનૂલ હક. મુશ્ફીકર રહેમાન. નાસિર હુસૈન. રુબેલ હુસૈન. સાબિર રહેમાન. શાકિબ અલ હસન. સૌમ્ય સરકાર. તાઈજૂલ ઈસ્લામ. તમીમ ઈકબાલ અને તસ્કિન અહમદ્ 
 
વર્લ્ડ કપ 2015નુ પ્રદર્શન 
 
- અફગાનિસ્તાનને 105 રનથી હરાવ્યુ 
- ઓસ્ટ્રેલિયા સામે મેચ ઘોવાઈ ગઈ 
- શ્રીલંકા તરફથી 92 રને હાર મળી 
- સ્કોટલેંટને છ વિકેટથી હરાવ્યુ 
- ઈગ્લેંડને 15 રનથી હરાવ્યુ 
- ન્યુઝીલેંડ તરફથી ત્રણ વિકેટથી હાર મળી 
 
મોટા ખેલાડી 
મહમૂદુલ્લાહ - સતત બે સદી લગાવીને સૌથી વધુ રન બનાવવા બાબતે પાંચમા સ્થાન પર છે. આ હરીફાઈમાં અત્યાર સુધી 344 રન બનાવી ચુક્યા છે. 
સાકિબ અલ હસન - આ સ્ટાર ઓલરાઉંડરે ટીમના શાનદાર પ્રદર્શનમાં બોલ અને બેટ બંને દ્વારા યોગદાન આપ્યુ છે. ટીમ તરફથી આ ટૂર્નામેંટમા સૌથી વદ્ઝુ સાત વિકેટ મેળવી છે. 
 
શુ કરી શકે છે - 
 
ટીમે પહેલા રમતા સારુ પ્રદર્શન કર્યુ છે અને ત્રણમાંથી બે મેચ જીત્યા છે. સ્પિન બોલિંગ તેમની તાકત છે અને જેને કારણે તેઓ ટોસ જીતતા પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati