આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2015માં રમાયેલ બીજી હાઈવોલ્ટેજ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈંડિયાને 95 રનથી હરાવ્યુ છે. આ સાથે જ વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની યાત્રા પુરી થઈ ચુકી છે. ટીમ ઈંડિયાના કપ્તાન ધોનીએ ટીમની હાર પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે અમે અમારી સ્વાભાવિક મેચ રમી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શુ હાર્યા પછી ખેલાડીઓની આંખોમાં આંસુ હતા. ધોનીએ આ સવાલ પર કહ્યુ કે ડ્રેસિંગ રૂમની વાતો હુ બહાર કરતો નથી. જે મારે કહેવાનુ હતુ તે કહી દીધુ. આ વિશે હુ કશુ નહી કહુ.
રિટાયરમેંટના પ્રશ્ન પર ધોની બોલ્યા કે ટી-20 વર્લ્ડ કપ પછી સંન્યાસ વિશે નિર્ણય લઈશ. અને હજુ હુ 33 વર્ષનો છુ અને ફિટ છુ. અને હાલ એટલો વૃધ નથી થયો. તમે મીડિયાના લોકો છો. રિસર્ચ કરજો અને પછી બતાવજો કે મારી અંદર કેટલી ફિટનેસ બચી છે.
જ્યારે ધોનીએ પૂછવામા આવ્યુ કે તમે કેવી રીતે ખુદને આટલા મેનટેન કરો છો ? તેમણે કહ્યુ કે કેટલા મીડિયાના લોકો મને એવુ કહે છે કે હુ ખૂબ ખાસ છુ. પણ એવુ નથી. હુ મારા કામ પર ધ્યાન આપુ છુ. જો તમે કેમેરા બંધ કરીને વાત કરશો તો હુ તમારી સાથે હસી મજાકની વાતો કરુ છુ.
કોચ ડંકન ફ્લેચરના વિશે ધોનીએ કહ્યુ છે કે બીસીસીઆઈ જ નક્કી કરશે. પણ અમે ખૂબ સારો સમય વિતાવ્યો. અમારા મોટાભાગના સીનિયર નીકળી ગયા. જૂનિયરને મળો. તેમને માટે ખૂબ ટફ રહ્યુ.