Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત-પાક વર્લ્ડ કપ ક્રિકેટ મેચની કોમેંટ્રી અમિતાભ બચ્ચન કરશે !!

ભારત-પાક વર્લ્ડ કપ ક્રિકેટ મેચની કોમેંટ્રી અમિતાભ બચ્ચન કરશે !!
, સોમવાર, 2 ફેબ્રુઆરી 2015 (16:23 IST)
દરેક ક્રિકેટ ફેન વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે. પણ શુ તમે જાણો છો કે આ વખતે વર્લ્ડ કપ વધુ રોમાંચક બનવાનો છે ?  જાણો છો કેમ ? કારણ કે આ વખતે અમિતાભ બચ્ચન પણ વર્લ્ડ કપમાં ભાગ લેશે. 
 
વિશ્વાસ જ નથી થઈ રહ્યો. પણ આ સત્ય છે. તમે વિચારી રહ્યા હશો કે અમિતાભ કેવી રીતે ક્રિકેટ રમી શકે. પણ ભાઈ આ ઉંમરે અમે બચ્ચન સાહેબના રમવાની નહી પણ વર્લ્ડકપ દરમિયાન કોમેંટ્રી કરવાની વાત કરી રહ્યા છે. 
 
ભારત-પાકિસ્તાનની વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કપની પ્રથમ મેચ રમાવાની છે. અમિતાભ બચ્ચન આ મેચ દ્વારા કોમેંટ્રી ડેબ્યુ કરવાના છે. મેચ દરમિયાન કપિલ દેવ, હર્ષ ભોગલે અને શોએબ અખ્તરની સાથે સીનિયર બચ્ચન પણ માઈક સાચવશે. 
 
ઉલ્લેખનીય છે કે કાર્લટન ટ્રાઈ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડની વચ્ચે થયેલ ફાઈનલ મેચ દરમિયાન એક એડ બતાવાઈ હતી જેમા કપિલ દેવ અને શોએબ અખ્તરને શમિતાભ નામના એક લેમનચુસ (lozenge)ખાધા પછી અમિતાભના અવાજમાં બોલતા બતાવાયા.  6 ફેબ્રુઆરીના રોજ અમિતાભની ફિલ્મ શમિતાભ રજુ થવાની છે.  
 
અમિતાભે કહ્યુ.. આ દેશ બે વસ્તુઓ સાથે ઈમોશનલી જોડાયેલો છે - ક્રિકેટ અને સિનેમા.  હાલ મારા માટે બંને ક્ષેત્રોમાં ખુશીનો સમય છે. 6 ફેબ્રુઆરીના રોજ શમિતાભ રજુ થવાની છે અને 15 તારીખે હુ ક્રિકેટ કોમેંટ્રીમાં ડેબ્યુ કરવાનો છુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati