Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેમીફાઈનલ રમનારી ચારેય ટીમોની વિશેષતા જાણો

ખિતાબના 2 પ્રબળ દાવેદાર સેમીફાઈનલમાં જ ટકરાશે

સેમીફાઈનલ રમનારી ચારેય ટીમોની વિશેષતા જાણો
, સોમવાર, 23 માર્ચ 2015 (15:10 IST)
14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ 11મો વર્લ્ડ કપ હવે પોતાના મુકામ તરફ પહોંચી રહ્યો છે ટૂર્નામેંટના 2 ચરણ પૂરા થયા પછી ખિતાબની રેસમાં હવે ફક્ત 4 ટીમો જ રહી ગઈ છે. સેમીફાઈનલમાં પહોંચનારી આ 4 ટીમો છે. દક્ષિણ આફ્રિકા. ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ. આ 4માંથી 2 ટીમો તો મેજબાન પોતે જ છે મતલબ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ. 
 
મેજબાન ટીમો ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયન ભારત જ્યા પોતાનો ખિતાબ બચાવવાના અભિયાનથી માત્ર 2 જીત દૂર છે તો બીજી બાજુ આફ્રિકી ટીમ પોતાના ઉપર લાગેલ ચોકર્સના ઠપ્પાને હટાવવાના દ્દઢ સંકલ્પ સાથે ઉતરી છે અને એ પણ આ ઐતિહાસિક ક્ષણથી માત્ર 2 જીત જ દૂર છે. સેમીફાઈનલમાં તેનો સામનો જ્યા ન્યુઝીલેંડ સાથે ઓકલેંડમાં 24 માર્ચના રોજ થવાનો છે તો બીજી બાજુ ટીમ ઈંડિયાનો સામનો સેમીફાઈનલમાં 26 તારીખે મેજબાન ઓસ્ટ્રેલિયા સાથે થવાનો છે 
 
ટૂર્નામેંટમાં 46 હરીફાઈ થયા પછી હવે માત્ર 4 ટીમો જ બચી છે. આવો એક નજર નાખીએ કે સેમીફાઈનલમાં આ ચારેય ટીમો ક્યા બેસે છે અને અત્યાર સુધીની રમત શુ કહે છે. 
 
હવે વાત કરીએ સેમીફાઈનલમાં પહોંચેલ ચાર ટીમો (દક્ષિણ આફ્રિકા,ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ)વિશે. ગયા વર્ષ સુધી કેવુ હતુ આમનુ પ્રદર્શન.  ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી રેકોર્ડ 4 વાર આ ખિતાબ જીતી ચુક્યુ છે. જ્યારે કે ટીમ ઈંડિયા અને વેસ્ટઈંડિઝ 2-2 વાર આ ખિતાબ જીતી ચુક્યુ છે. બીજી બાજુ પાકિસ્તાન અને શ્રીલંકા એક એકવાર ખિતાબ જીતી ચુક્યુ છે.  શરૂઆત કરીએ આ 4 ટીમોમાંથી એ 2 ટીમોથી જે અત્યાર સુધી ક્યારેય ફાઈનલમાં પહોંચી નથી. 
 
પહેલા દક્ષિણ આફ્રિકાની વાત. ટીમ ત્રીજીવાર સેમીફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરતા તે 1992 માં પહેલીવાર અંતિમ ચારમાં પહોંચી હતી પણ વરસાદને કારણે વિવાદાસ્પદ નિયમને કારણે હારનો સામનો કરવો પડ્યો. પછી 2007 ના સેમીફાઈનલમાં હારી ગઈ  હવે તે પોતાના ત્રીજા પ્રયાસમાં ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે. 
 
હવે મેજબાન ન્યુઝીલેંડની વાત. ટૂર્નામેંટના ઈતિહાસમા અત્યાર સુધી 10માંથી 7 વાર સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે પણ તે એકવાર પણ ફાઈનલમાં પહોંચી શકી નથી. સૌ પહેલા તે 1975માં વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોંચી હતી પણ ત્યા તે વેસ્ટઈંડિઝના હાથે 5 વિકેટથી હારી ગઈ. ત્યારબાદ કિવી ટીમ 1979માં સેમીફાઈનલમાં હારી ગઈ. 
 
પછી ન્યુઝીલેંડની ટીમ 1992, 1999, 2007 અને 2011 વર્લ્ડ કપનના પણ સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવવામાં સફળ રહી. પણ ટીમ આનાથી આગળ ન વધી શકી. હવે તે 2015ના સંસ્કરણના સેમીફાઈનલમાં છે અને તેની નજર પ્રથમ ફાઈનલ હરીફાઈ પર છે.  
 
ન્યુઝીલેંડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પહેલી સેમીફાઈનલ હરીફાઈની વિજેતા કોઈપણ ટીમ બને પણ ફાઈનલમાં પહોંચવાનુ સપનુ એક ટીમનુ તો પુર્ણ થઈ જશે.  
 
હવે વાત એ 2 ટીમોની જે વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર છે અને બંને સેમીફાઈનલમાં પરસ્પર ટકરાશે. ઓસ્ટ્રેલિય જ્યા 4 વાર ખિતાબ જીતી ચુકી છે તો બીજી બાજુ ભારત 2 વાર વર્લ્ડ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યુ છે અને તેની નજર પોતાના ત્રીજા વર્લ્ડ્કપ પર છે. 
 
ઈતિહાસની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયનો સેમીફાઈનલમાંથી ફાઈનલમાં પહોંચવાનો રેકોર્ડ સૌથી સારો અને રસપ્રદ રહ્યો છે. તેમણે 1975થી અત્યાર સુધી 7 વાર અંતિમ ચારમાં સ્થાન બનાવ્યુ અને તેમા રેકોર્ડ 4 વાર ખિતાબ જીત્યો.  કંગારૂ ટીમને ખિતાબી હરીફાઈમાં હાર 1975 અને 1996માં મળી હતી.  1987માં કાંગારૂ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતુ.  ત્યારબાદ 1999, 2003  અને 2007માં ખિતાબી જીતની હેટ્રીક લગાવી દીધી. 
 
હવે ભારતીય ટીમની વાત કરીએ તો તે અત્યાર સુધી કુલ 6 વાર મતલબ 1983, 87, 1996, 2003, 2011� और 2015માં સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે. જો કે તે પોતાના ત્રીજા પ્રયાસમાં પહેલીવાર સેમીફાઈનલમાં પહોંચી હતી અને પોતાના પ્રથમ  ખિતાબી મુકાબલમાં ટીમ ચેમ્પિયન પણ બની ગઈ. 
 
તેના 20 વર્ષ પછી ટીમ ઈંડિયા 2003ના ફાઈનલમાં પહોંચી અને ઉપવિજેતા રહી. જ્યારે કે 8 વર્ષ પછી 2011ના ફાઈનલમાં પહોંચતા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈંડિયાનો ખિતાબી જીત નસીબ થઈ રહી છે. હવે તેની નજર ખિતાબ પર છે. 
 
ઓસ્ટ્રેલિયા પોતાના બીજા પ્રયાસમાં ખિતાબ પર કબજો જમાવી શકી જ્યારે કે ટીમ ઈંડિયા પોતાના પ્રથમ જ પ્રયાસમાં ચેમ્પિયન બની ગઈ હતી અને એ પણ વેસ્ટઈંડિઝ જેવી ઘાકડ ટીમને હરાવીને. બધી ટીમો સારુ પ્રદર્શંકરી અહી સુધી પહોંચી છે. ટીમ ઈંડિયા અને ન્યુઝીલેંડનુ અભિયાન હજુ સુધી જએય રહ્યુ છે. જ્યારે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિપક્ષી ટીમને સતત મજબૂત પડકાર આપી રહ્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati