Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાઈ પડકારનો સામનો કેવી રીતે કરશે ?

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાઈ પડકારનો સામનો કેવી રીતે કરશે ?
, બુધવાર, 25 માર્ચ 2015 (10:29 IST)
ન્યુઝીલેંડને વર્લ્ડ કપ ફાઈનલમાં કંઈ ટીમ ટકરાશે. જેનો નિર્ણય ગુરૂવારે સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થનારી સેમીફાઈનલ હરીફાઈ દ્વારા નક્કી થશે. 
 
ન્યુઝીલેંડે દક્ષિણ આફ્રિકાને ચાર વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે સૌની નજર ભારત અને ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ થનારી હરીફાઈ પર ટકી છે. 
 
ઓસ્ટ્રેલિયામાં ભારત છેલ્લા ચાર મહિનાથી છે પણ આ દરમિયાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમ એક પણ મેચ નથી જીતી શકી. આવામાં ભારત પર આ વાતનો દબાવ જરૂર રહેશે. જો કે આ વિશ્વ કપમાં તેણે પોતાની બધી સાત મેચ જીતી છે. જેનાથી ટીમના આત્મવિશ્વાસમાં કોઈ કમી નથી. 
 
બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વ કપમાં ફક્ત એક મેચ જ હારી છે અને તેનુ પ્રદર્શન પણ સારુ રહ્યુ છે. 
 
પિચની ભૂમિકા મુખ્ય રહેશે - સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર સ્પિનને મદદ મળે છે. આવામાં આ ભારત માટે ફાયદાકારી રહી શકે છે. 
ઓસ્ટ્રેલિયાએ ભારતની સ્પિન બોલિંગ માટે રણનીતિ બનાવવી પડશે ઉપરાંત પોતાના બોલિંગ મિશ્રણ પર પણ વિચાર કરવો પડશે. અત્યાર સુધી તેમના ઝડપી બોલર મિચેલ જૉનસન અને મિચેલ સ્ટાર્કની જોડીએ વિપક્ષી ટીમોને ખૂબ પરેશાન કર્યા છે.  પણ આ ટર્નિંગ વિકેટ પર તેઓ જ એવિયર ડોહર્થીને તક આપશે આ એક મોટો સવાલ રહેશે. 
 
ઓસ્ટ્રેલિયાને હોમ એડવાંટેજ - સિડનીમાં ઓસ્ટ્રેલિયાને હોમ એંડવાંટેજ મળશે. તેમની ટીમને ખબર છે કે અહીની પરિસ્થિતિયોનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય છે.  દેખીતુ છે કે દર્શકોનુ પુર્ણ સમર્થન ઓસ્ટ્રેલિયા માટે રહેશે. 
 
કપ્તાનો વચ્ચે હરીફાઈ -  વિશ્વ કપ પહેલા સતત વિશ્વ કપમાં હારી રહેલી ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ફાઈનલમાં પહોંચીને આલોચકોને ચૂપ કરવા પસંદ કરશે. 
 
બીજી બાજુ વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન માઈકલ ક્લાર્ક ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. સાથે જ તેમને હટાવવાના પ્રયત્નો પણ થયા હતા. આવામાં તેમના પર એક કપ્તાન તરીકેનુ દબાણ રહેશે. 
 
ભારતે વિશ્વ કપમાં સતત 11 મેચો જીતી છે : 
 
વર્ષ  પ્રતિસ્પર્ધક                  સ્થાન                 પરિણામ
2011   વેસ્ટ ઇંડીજ઼                 ચેન્નઈ, ભારત        80 રન થી જીત્યા
2011 ઑસ્ટ્રેલિયા (ક્વાર્ટર ફાઇનલ)  અમદાવાદ, ભારત    પાંચ વિકેટ થી જીત્યા
2011 પાકિસ્તાન (સેમી ફાઇનલ) પંજાબ, ભારત      29 રન થી જીત્યા
2011 શ્રીલંકા (ફાઇનલ)        મુંબઈ, ભારત    છહ વિકેટ થી જીત્યા
2015 પાકિસ્તાન (પૂલ બી)      એડિલેડ, ઑસ્ટ્રેલિયા     76 રન થી જીત્યા
2015 દક્ષિણ અફ્રીકા (પૂલ બી)  મેલબર્ન, ઑસ્ટ્રેલિયા     130 રન થી જીત્યા
2015 યૂએઈ (પૂલ બી)       મેલ્બર્ન, ઑસ્ટ્રેલિયા     નૌ વિકેટ થી જીત્યા
2015 વેસ્ટ ઇંડીજ઼ (પૂલ બી)       પર્થ, ઑસ્ટ્રેલિયા     ચાર વિકેટ થી જીત્યા
2015 આયરલૈંડ (પૂલ બી)       હેમિલ્ટન, ન્યૂજ઼ીલૈંડ    આઠ વિકેટ થી જીત્યા
2015 જ઼િમ્બાબ્વે (પૂલ બી)       ઑકલૈંડ, ન્યૂજ઼ીલૈંડ     છહ વિકેટ થી જીત્યા
2015 બાંગ્લાદેશ (ક્વાર્ટર ફ઼ાઇનલ)  મેલબર્ન, ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયા    109 રન થી જીત્યા
 

Share this Story:

Follow Webdunia gujarati