પાંચમી વાર વિજેતા બનેલા ઓસ્ટ્રેલિયાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી આ વખતે પ્રેસીડેંટે નહી પણ ચેયરમેન એન શ્રીનિવાસને આપી. આઈસીસીના ચેયરમેન શ્રીનિવાસને પ્રેસીડેંટ મુસ્તફા કમાલને ટ્રોફી આપવા પર રોક લગાવી દીધી. શ્રીનિવાસને ખુદ પોતાના હાથે ઓસ્ટ્રેલિયાને કપ આપ્યો.
આઈસીસીના નિયમો મુજબ મોટા આયોજનોમાં પ્રેસિડેંટ જ વિજેતા ટીમને ટ્રોફી આપે છે. પણ ટુર્નામેંટ દરમિયાન અંપાયરો પર કમાલના આરોપને જોતા શ્રીનિવાસને તેમને દૂર જ રાખ્યા. કમાલે ભારત-બાગ્લાદેશ ક્વાર્ટર ફાઈનલ દરમિયાન અંપાયરો પર પક્ષપાતનો આરોપ લગાવીને ભારતને જીતાવવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.
એવુ બતાવાય રહ્યુ છે કે મેલબર્નમાં થયેલ આઈસીસી બોર્ડ સભ્યોની સાથે એક અનૌપચારિક બેઠક પછી શ્રીનિવાસને વિજેતા ટીમના કપ્તાનને ટ્રોફી પોતે આપવાનો નિર્ણય કર્યો. જ્યારે કે આઈસીસીનો નિયમ કહે છે કે વિશ્વ સ્તરના ક્રિકેટ ટૂર્નામેંટમા વિજેતા ટીમના કપ્તાનને આઈસીસી પ્રેસિડેંટના હાથે ટ્રોફી આપવી જોઈએ.
1997થી 2000 દરમિયાન જગમોહન ડાલમિયાના કાર્યકાળ દરમિયાન આઈસીસી પ્રેસિડેંટ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી આપવાનો નિયમ બનાવાયો હતો. પહેલીવાર 1999ના વિશ્વકપ દરમિયાન આઈસીસી પ્રેસિડેંટે વિજયી ટીમને ટ્રોફી સોંપી હતી. પણ મુસ્તફા કમાલના આરોપોથી નારાજ શ્રીનિવાસને તેમને ટ્રોફીથી દૂર રાખ્યા. સૂત્રો મુજબ કમાલ પાસે તેમણે પોતાના આરોપો પર ચોખવટ કરવાની માંગ પણ કરી છે.