Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડિવિલિયર્સની અંધાધૂધ બેટિંગે વેસ્ટ ઈંડિઝને આપ્યુ 408 રનનુ લક્ષ્ય

ડિવિલિયર્સની અંધાધૂધ બેટિંગે વેસ્ટ ઈંડિઝને આપ્યુ 408 રનનુ લક્ષ્ય
, શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (14:26 IST)
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2 015 દરમિયાન સિડનીમાં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ રમાઈ રહેલ મેચમાં દક્ષિણ આફ્રિકી ટીમના કપ્તાન એબી ડિવિલિયર્સે ફક્ત 52 બોલનો સામનો કરી સદી ઠોકી દીધી.  જે વર્લ્ડ કપના ઈતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે. 17 ચોક્કા અને આઠ છક્કાથી સજેલી 166 રનની આ દર્શનીય અણનમ રમત ડિવિલિયર્સની સર્વશ્રેષ્ઠ વનડે રમત પણ બની. કારણ કે આ પહેલા તેનો સર્વાધિક સ્કોર 149 રન હતો. 
 
ડિવિલિયર્સ આયરલેંડના કેવિન ઓબ્રાયનના 50 બોલમાં બનાવેલ સદીનો રેકોર્ડ પણ નથી તોડી શકી. પણ પોતાની ટીમને એક ખૂબ જ વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધા. આ શાનદાર રમતની કારણે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરે પ્રોટિયાઝે  નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 408 રન બનાવી નાખ્યા છે. અને હવે વેસ્ટ ઈંડિઝ માટે 400 રનોના આંકડાને પાર કરવાના મોટા પડકારનો સામનો કરવાનો છે. 
 
ડિવિલિયર્સની 245.45 ની સ્ટ્રાઈક રેટથી રમાઈ આ દાવ ઉપરાંત હાશિમ આમલાએ 88 બોલમાં 65 ફાફ ડૂ પ્લેસીએ 70 બોલમાં 62 અને રાઈલી રોસોએ ફક્ત 39 બોલમાં 61 રનોનુ યોગદાન આપ્યુ.  
 
આટલા રન ઓસ્ટ્રેલિયાઈ પિચો પર આ પહેલા ક્યારેય નથી બન્યા. અને આ મેચના એક બાજુ રસપ્રદ પહેલુ એ રહ્યો કે આ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ ધીમી રહી  હતી અને ટીમ પહેલા 10 ઓવરમાં એક વિકેટના નુકશાન પર માત્ર 30 રન બનાવી શક્યુ હતુ. પણ છેલ્લા આવેલ ડિવિલિયર્સના તોફાનના દમ પર દક્ષિણ આફ્રિકી ટીમે અંતિમ 10 ઓવરમાં 150 રન જોડ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati