Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે વેસ્ટ ઈંડિઝ v/s સાઉથ આફ્રિકા મેચમાં ગેલ અને અમલા પર લાખો રૂપિયાનો સટ્ટો

આજે વેસ્ટ ઈંડિઝ v/s સાઉથ આફ્રિકા મેચમાં ગેલ અને અમલા પર લાખો રૂપિયાનો સટ્ટો
નવી દિલ્હી. , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (10:49 IST)
વિશ્વ કપને લઈને જ્યા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે તો બીજી બાજુ સટ્ટા માફિયાએ પણ મેચને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો લગાવીને ક્રિકેટના આ રમતમાં ગરમી પેદા કરી છે.  સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજ થનારી દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઈંડિઝની મેચને લઈને સટ્ટા માફિયાએ કરોડો રૂપિયાનો સટ્ટો લગાવ્યો છે. સૂત્રોના મુજબ સટ્ટા માફિયા દક્ષિણ આફ્રિકાના ફેવરમાં છે જો તમે દક્ષિણ આફ્રિકા પર દસ હજારનો સટ્ટો લગાવો છો તો તમને બદલામાં 3500 રૂપિયા મળશે. જો તમે વેસ્ટઈંડિઝ પર 3700નો સટ્ટો લગાવશો તો તમને દસ હજાર રૂપિયા મળશે. આ ઉપરાંત સટ્ટા માફિયાએ ટીમના ખેલાડીઓ પર પણ સટ્ટો લગાવ્યો છે. સટ્ટાના મુજબ વેસ્ટઈંડિઝ ટીમના ક્રિસ ગેલ, મર્લોન સૈમુઅલ્સ, ડેરેન બ્રાવો, આંદ્રે રસેલ, ડેરેન સેમી પર 42 રનથી વધુ રન બનાવવાનો સટ્ટો લગાવો છો તો તમે જીતી શકો છો હજારો રૂપિયા. 
 
બીજી બાજુ આ જ રીતે દક્ષિણી આફ્રિકાના એબી ડિવિલિયર્સ, કંટોન ડિકાક, ફાફ ડૂ પ્લેસિસ, ડેવિડ મિલર, હાશિમ અમલા પર 42 રનોથી વધુ રન બનાવવાનો સટ્ટો લગાવો છો તો તમે જીતી શકો છો હજારો રૂપિયા.  તેમા સટ્ટા માફિયાની ચેતાવણી છે કે જો તેમાથી કોઈ ખેલાડી ઓછા રન બનાવે છે તો એટલા જ પૈસા લેસ કરવામાં આવશે.  આ ઉપરાંત ક્રિસ ગેલ અને હાશિમ અમલા પર લાખો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો છે. આ જ રીતે સટ્ટા માફિયાએ મેચમાં લાંબી રમત રમનારા ખેલાડીઓ પર પણ લાખો રૂપિયાન સટ્ટો લગાવ્યો છે. આ ઉપરાંત 50 ઓવરમાં કેટલા રન બનશે તેના પર પણ લાખો રૂપિયાનો સટ્ટો લગાવાયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati