Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની 1983 જીત કોઈ તુક્કો નહોતી...

ભારતની 1983 જીત કોઈ તુક્કો નહોતી...
, ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (14:47 IST)

ઘણા લોકો ભારતને વિશ્વકપ જીતને તુક્કો માને છે. નવા કપ્તાના કપિલ દેવના આવતા જ ભારતીય ટીમે તે કરી દેખાડયું જે વિશ્વકપમાં  પહેલા કોઈએ સપનામાં પણ નહોતુ  વિચાર્યું. કપિલ કપ્તાન બનતા જ ટીમનો દ્રષ્ટિકોણ  બદલી નાખ્યો.  



 
ટીમ વિશ્વકપ શરૂ થતાં જ એક સારી ટીમ બની ગઈ. આ કપિલનો  જ જાદૂ હતો જે આખા વિશ્વકપમાં ચાલ્યો  અને દરેક ખેલાડી એ યશપાલ હોય કે મોહિન્દર અમરનાથ દરેકે અપેક્ષાથી વધારે પ્રદર્શન કર્યું. 
 
જો આ બધા પછી પણ ભારતીય ટીમની 1983ની જીતને તુક્કો માનીએ તો આ બેઈમાની કહેવાશે  ખરેખર આ તુક્કા જીત નથી પણ દમદાર ટીમની એક દમદાર  જીત હતી . 
 
આ ઉપરાંત એવુ  નથી કે  વિશ્વકપ ફાઈનલ પહેલા ભારતે  વિડીઝને હરાવ્યું નહોતુ.  તે સીઝનમાં ભારતે વેસ્ટઈંડીઝને ત્રણ વાર હરાવ્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 118 રનોથી હરાવી વિશ્વકપના સેમીફાઈનલમાં પહેલીવાર પ્રવેશ કર્યો. 
 
સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેંડ સાથે થયો. ઈંગ્લેંડ્ના બેટ્સમેન  ભારતીય બોલરો સામે આત્મસમર્પણ કરતા નજરે આવ્યા. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી ફાઈનલમાં પ્રવેશ કર્યો.  
 
ફાઈનલમાં પહોંચેલ આ ભારતીય ટીમે  ક્લાઈવ લાયડની ટીમને એક વાર ફરી સમુદ્રની નાની માછલી સિદ્ધ કરી અને લીગ મેચની જ સ્ટાઈલમાં વેસ્ટઈંડીઝને ફાઈનલમાં હરાવી વિશ્વકપ ફાઈનલમાં ભારતનું નામ રોશન કર્યું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati