આઈસીસી વર્લ્ડ કપ 2015 શરૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આ વનડે નો 11મો વર્લ્ડ કપ હશે. મળો અત્યાર સુધી રમાયેલ 10 વિશ્વ કપની વિજેતા ટીમો ને..
1975 - વનડે પ્રથમ વિશ્વ કપ 1975માં રમાયો. ત્યારે તેનુ અધિકારિક નામ હતુ પ્રુડેંશિયલ વર્લ્ડ કપ. ક્લાઈવ લાયડના નેતૃત્વમાં લોર્ડ્સના મેદાન પર વેસ્ટ ઈંડિઝની ટીમે ઈગ્લેંડને 17 રનથી હરાવ્યુ અને ટીમ બની ગઈ પહેલી વનડે ચેમ્પિયન.
1979 - બીજો વિશ્વકપ 1979માં રમાયો. જ્યારે ફાઈનલમા મુકાબલો એકવાર ફરી ક્લાઈવ લોઈડની વેસ્ટ ઈંડિઝ અને ઈગ્લેંડની વચ્ચે હતો. વેસ્ટ ઈંડિઝે લોર્ડ્સના મેદાન પર વિવિયન રિચર્ડ્સના 157 બોલ પર 138 રનની રમતને કારણે વર્લ્ડ ચેમ્પિયનનો પોતાનો ખિતાબ જાળવી રાખ્યો. ઈગ્લેંડ આ મેચ 92 મેચથી હાર્યુ.
1983 - પ્રુડેંશિયલ વર્લ્ડ કપની ત્રીજુ અને છેલ્લુ સંસ્કરન પણ ઈગ્લેંડમાં જ રમાયુ. જ્યારે કપિલ દેવના નેતૃત્વવાળી ટીમ ઈંડિયાએ ઈતિહાસ રચી નાખ્યો. ટોસ હારીને ભારતીય ટીમ 60 ઓવરોવાળી આ મેચમાં માત્ર 54.4 ઓવર રમી શકી અને 183 પર સમેટાઈ ગઈ પણ મોહિંદર અમરનાથ અને મદનલાલે ત્રણ-ત્રણ વિકેટ લઈને આટલો નાનકડો સ્કોર હોવા છતા વિંડીઝને 43 રનથી હરાવી દીધુ અને ત્રીજી વાર ચેમ્પિયન બનવાનુ તેમનુ સપનુ તોડી નાખ્યુ.
1987 - ચોથો વર્લ્ડ કપ આઈસીસી વર્લ્ડ કપના નામે રમાડવામા આવ્યો અને ફાઈનલ કલકત્તાના ઈડન ગાર્ડન પર રમાઈ. એલન બોર્ડરના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયા ટીમે ત્રીજીવાર ફાઈનલમાં પહોંચેલ ઈગ્લેંડનુ વર્લ્ડ ક્પ જીતવાનુ સપનુ આ વખતે પણ સપનુ જ રહી ગયુ અને રોમાંચક મેચમાં 7 રનથી જીત નોંધાવી.
1992 - પાંચમા વર્લ્ડ કપની મેજબાની સંયુક્ત રૂપે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડે કરી. એકવાર ફરી ઈગ્લેંડની ટીમ અહી ફાઈનલમાં પહોંચી પણ ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાનની ટીમે 22 રનથી તેને હરાવીને વિશ્વ કપ ફરીથી ભારતીય ઉપમહાદ્વીપમાં લાવવામાં સફળતા મળી.
1996 - છઠ્ઠા વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની ભારત. પાકિસ્તાન અને શ્રીલંકાએ કરી. શ્રીલંકાના કપ્તાન અર્જુન રણતુંગા વર્લ્ડ કપ જીતનારા મેજબાન દેશના પ્રથમ કપ્તાન બન્યા. પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવીને આ ઉપલબ્ધિ મેળવી.
1999 - 7મા વર્લ્ડ કપમાં ઈગ્લેડે વર્લ્ડકપની ત્રીજીવાર મેજબાની કરી. પાકિસ્તાન એકવાર ફરી ફાઈનલમાં પહોંચ્યુ પણ લોર્ડ્સમાં થયેલ નિર્ણાયક હરીફાઈમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ વો ના નેતૃત્વમાં 8 વિકેટથી એકતરફી જીત નોંધાવી એકવાર ફરી વર્લ્ડ કપ પોતાને નામે કરી લીધો.
2003 - 8માં વર્લ્ડ કપની મેજબાની દક્ષિણ આફ્રિકા. ઝિમ્બાબવે અને કેન્યને સંયુક્ત રૂપથી મળી. ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રિકી પોટિંગના નેતૃત્વમાં અહી ખિતાબ પર પોતાનો કબજો કાયમ રાખ્યો. વૉંન્ડર્સ સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલ મેચમાં સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળી ટીમ ઈંડિયાને 125 રનથી હાર મળી.
2007 - 9મો વર્લ્ડ કપ વેસ્ટ ઈંડિઝમાં થયો. અહી ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી પર સતત ત્રીજીવાર કબજો જમાવ્યો. રિકી પોટિંગે બીજી વાર વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવી અને ક્લાઈવ લૉયડ પછી તે આવુ કરનારો બીજો કપ્તાન બન્યો. શ્રીલંકાને ફાઈનલમાં હાર મળી.
2011 - વર્લ્ડ કપના ખિતાબ પર ઓસ્ટ્રેલિયાએ એક દસકાથી પણ વધુ જૂના વર્ચસ્વને મહેંન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ઈંડિયાએ તોડ્યો જ્યારે પોતાની જ ધરતી પર રમાયેલ ફાઈનલ મેચમાં ભારતે સંયુક્ત મેજબાન શ્રીલંકાને હરાવીને વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ પોતાને નામે કર્યો.