Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Cup માં તૂટી ગયો 48 વર્ષનો રેકોર્ડ, પહેલીવાર PAK બોલરોની થઈ આવી હાલત

World Cup માં તૂટી ગયો 48 વર્ષનો રેકોર્ડ, પહેલીવાર PAK બોલરોની થઈ આવી હાલત
, શનિવાર, 21 ઑક્ટોબર 2023 (12:19 IST)
PAK vs AUS World Cup: વનડે વર્લ્ડ કપ 2023 ની 18મી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં જોરદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ સાથે જ સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી ઓસ્ટ્રેલિયા સીધી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચ પાકિસ્તાનના બોલરો માટે એક ખરાબ સ્વપ્ન જેવી રહી છે.  શાહીન આફ્રિદી સિવાય તમામ બોલર સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. 
 
તૂટી ગયો 48 વર્ષથી ચાલી રહેલો આ રેકોર્ડ
 
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 367 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પાકિસ્તાન સામે કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 350 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ 9મી વખત છે જ્યારે પાકિસ્તાન સામે 300થી વધુનો સ્કોર થયો છે, પરંતુ આ પહેલા કોઈ ટીમ 350 સુધી પહોંચી શકી ન હતી 
 
ડેવિડ વોર્નર-મિશેલ માર્શની તોફાની સદીઓ
 
ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (163 રન) અને મિચેલ માર્શ (121 રન) અને તેમની વચ્ચે પ્રથમ વિકેટ માટે 203 બોલમાં 259 રનની ભાગીદારીના આધારે ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ વોર્નરે તેની 124 બોલની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પાકિસ્તાન સામેની વનડેમાં સતત ચોથી સદી અને 21મી સદી ફટકારી હતી માર્શે તેની બીજી સદી દરમિયાન 10 ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. નવ વિકેટે 367 રન બનાવ્યા બાદ, ઓસ્ટ્રેલિયાએ એડમ ઝમ્પા (53 રનમાં ચાર વિકેટ) અને માર્કસ સ્ટોઈનિસ (40 રનમાં બે વિકેટ)ના નેતૃત્વમાં શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાનની ટીમને 45.3 ઓવરમાં 305 રનમાં સમેટી દીધી હતી. 
 
પાકિસ્તાની બેટિંગ રહી નિષ્ફળ 
 
પાકિસ્તાન માટે ઓપનર ઈમામ ઉલ હક (70) અને અબ્દુલ્લા શફીકે (64) હાફ સેન્ચુરી મારી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા. મોટા ટાર્ગેટના દબાણમાં મોહમ્મદ રિઝવાન (46) અને સઈદ શકીલ (30) સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. લક્ષ્યનો પીછો કરતા શફીક અને ઈમામે પાકિસ્તાનને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ 10 ઓવરમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને પછી કેટલાક જોરદાર ફટકા માર્યા પરંતુ ત્યારબાદ પછી વિકેટનો સિલસિલો ચાલુ રહ્યો અને પાકિસ્તાન માત્ર 45.3 ઓવર જ રમી શક્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Tej: અરબી સમુદ્રમાં આવેલા 'તેજ' વાવાઝોડાને કારણે ગુજરાત જોખમમાં નથી, ઓમાન-યમનના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા