Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કર્યું ટ્રોફીનું અપમાન

Mitchel Marsh
, સોમવાર, 20 નવેમ્બર 2023 (15:25 IST)
World Cup 2023-  ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ફરી એકવાર વર્લ્ડ કપ જીત્યો હતો. રવિવારે (19 નવેમ્બર) ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ હતી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

લક્ષ્યની આટલી નજીક આવ્યા બાદ ટીમ ઈન્ડિયાની હાર બાદ દેશવાસીઓમાં નિરાશાનું વાતાવરણ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયનો વર્લ્ડ કપની જીતનો જશ્ન મનાવી રહ્યા છે.
ફોટો અંગે દાવો કરવામાં આવ્યો છે કે મિશેલ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને બેઠો છે. ફોટો સામે આવતા જ યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સ મિશેલ માર્શથી ખૂબ ગુસ્સે છે અને તેમનું કહેવું છે કે આ પ્રકારનું વર્તન કરીને મિશેલ માર્શે ટ્રોફીનું અપમાન કર્યું છે. મિશેલના ફોટોને લઈને ઘણા બધા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે અને યુઝર્સ કોમેન્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ રિવરફ્રન્ટ પર વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવશે